આજે સ્થાનિક શેરબજારમાં સારી તેજી જાવા મળી. સોમવારે, અઠવાડિયાના પહેલા દિવસે,બીએસઇ સેન્સેક્સ ૪૬૩.૧૫ પોઈન્ટ (૦.૫૫ ટકા) વધીને ૮૪,૦૪૩.૫૫ પર બંધ થયો.એનએસઇ નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ પણ ૧૭૩.૬૦ પોઈન્ટ (૦.૬૮ ટકા) વધીને ૨૫,૮૬૭.૩૦ પર બંધ થયો. બજારે લીલા રંગમાં ટ્રેડિંગ શરૂ કર્યું હતું. શનિવારે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે વેપાર કરારની જાહેરાત બાદ, બજારમાં રોકાણકારો તરફથી સકારાત્મક પ્રતિક્રિયા જાવા મળી.
સોમવારે, સેન્સેક્સના ૩૦ માંથી ૨૧ શેર લીલા રંગમાં બંધ થયા, જ્યારે બાકીના નવ શેર લાલ રંગમાં બંધ થયા. તેવી જ રીતે, નિફ્ટી ૫૦ માં, ૫૦ માંથી માત્ર ૩૪ કંપનીઓ ફાયદા સાથે લીલા રંગમાં બંધ થઈ, જ્યારે બાકીની ૧૬ કંપનીઓ નુકસાન સાથે લાલ રંગમાં બંધ થઈ. સેન્સેક્સ કંપનીઓમાં, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા નો શેર આજે સૌથી વધુ ૭.૪૬ ટકાના વધારા સાથે બંધ થયો, જ્યારે પાવરગ્રીડનો શેર આજે સૌથી વધુ ૧.૧૧ ટકાના ઘટાડા સાથે બંધ થયો.
સેન્સેક્સના બાકીના શેરોમાં, ટાઇટનના શેર ૨.૭૮ ટકા, ટાટા સ્ટીલ ૨.૫૬ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૨.૫૨ ટકા, ઇટરનલ ૧.૯૧ ટકા, મ્ઈન્ ૧.૮૫ ટકા, કોટક મહિન્દ્રા બેંક ૧.૫૨ ટકા, ટ્રેન્ટ ૧.૩૦ ટકા, ઈન્દિગો ૧.૧૧ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૦૪ ટકા,એલએન્ડટી ૦.૯૮ ટકા, અદાણી પોર્ટ્સ ૦.૭૮ ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૭૩ ટકા, એશિયન પેઇન્ટ્સ ૦.૬૦ ટકા, સન ફાર્મા ૦.૫૮ ટકા,એચસીએલ ટેક ૦.૪૫ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર ૦.૪૨ ટકા,ટીસીએસ ૦.૧૯ ટકા, બજાજ ફાઇનાન્સ ૦.૧૪ ટકા, ભારતી એરટેલ ૦.૦૫ ટકા અને બજાજ ફિનસર્વ ૦.૦૨ ટકાના વધારા સાથે બંધ થયા.
બીજી તરફ, સોમવારે આઇટીસીના શેર ૧.૦૭ ટકા,એનટીપીસીના ૦.૮૯ ટકા,આઇસીઆઇસીઆઇ બેંકના ૦.૬૮ ટકા,ઇન્ફોસીસના ૦.૬૫ ટકા,એચડીએફસી બેંકના ૦.૪૧ ટકા,મારૂતિ સુઝુકીના ૦.૧૪ ટકા અને એકિસસ બેંકના ૦.૧૨ ટકા ઘટ્યા હતા.










































