ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ શરૂ થવા માટે ફક્ત થોડા દિવસો બાકી છે, ત્યારે બધી ટીમો હાલમાં વોર્મ-અપ મેચ રમીને પોતાની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપી રહી છે. આ શ્રેણીમાં, ઇન્ડિયા  એ ટીમનો સામનો યુએસએ સામે થયો હતો. આ મેચ દરમિયાન બધાની નજર તિલક વર્મા પર હતી. ઇન્ડિયા  છ ટીમમાં તિલક વર્મા એકમાત્ર ખેલાડી છે જે ટી ૨૦ વર્લ્ડ કપ ટીમનો ભાગ છે. ઈજાને કારણે તે લાંબા સમયથી ભારતીય ટીમની બહાર હતો.
ટી૨૦ વર્લ્ડ કપ પહેલા તિલક વર્મા માટે આ પુનરાગમન મેચ હતી. પ્રિયાંશ આર્યના આઉટ થયા પછી, તિલક ત્રીજા નંબરે બેટિંગ કરવા આવ્યો. તેણે ૨૪ બોલમાં ૩૮ રન બનાવ્યા, જેમાં ત્રણ ચોગ્ગા અને બે જારદાર છગ્ગા ફટકાર્યા. તેનો સ્ટ્રાઈક રેટ ૧૫૮.૩૩ હતો. તેના પુનરાગમન મેચમાં, તિલક અપેક્ષા મુજબ બેટિંગ કરી. ટી૨૦ વર્લ્ડ કપમાં તે કેવું પ્રદર્શન કરે છે તે જાવાનું બાકી છે.
તિલક વર્માને પહેલા ન્યુઝીલેન્ડ સામેની છેલ્લી બે ટી૨૦ મેચ માટે ભારતીય ટીમમાં સામેલ કરવાનો કાર્યક્રમ હતો, પરંતુ વર્લ્ડ કપ માટે તેની ઉપલબ્ધતાને કારણે આ શક્ય બન્યું ન હતું. સીઓઈ ખાતે સિમ્યુલેશન મેચ રમ્યા બાદ તિલકને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તિલકના સ્થાને શ્રેયસ ઐયરને ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તે શ્રેણીમાં એક પણ મેચ રમ્યો ન હતો.
૨૩ વર્ષીય ખેલાડીએ અત્યાર સુધીમાં ભારત માટે ૪૦ ટી૨૦ આંતરરાષ્ટીય  મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, તેણે ૪૯.૨૯ ની સરેરાશ અને ૧૪૪ ના સ્ટ્રાઇક રેટથી ૧૧૮૩ રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં બે સદી પણ ફટકારી છે, ઉપરાંત છ અડધી સદી પણ ફટકારી છે. એશિયા કપ ફાઇનલમાં, તિલક મુશ્કેલ પરિસ્થિતિઓમાં અણનમ ૬૯ રન બનાવીને ભારતને ચેમ્પ્યન  બનાવ્યું. આ વર્લ્ડ કપમાં પણ તેની પાસેથી આવા જ પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે.