મહારાષ્ટ્રના રાજકારણમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે વિમાન ક્રેશમાં મૃત્યુ થયું. ચૂંટણી પ્રચાર માટે બારામતી જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો. આ અકસ્માતમાં વિમાનમાં સવાર કુલ પાંચ લોકોના મોત થયા. વિમાન રનવે તરફ નીચે ઉતરતી વખતે આ અકસ્માત થયો.
પ્રત્યક્ષદર્શીઓ કહે છે કે વિમાન ઉતરાણ પહેલાં અસામાન્ય લાગતું હતું. ઘટનાસ્થળે હાજર એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું, “મેં મારી પોતાની આંખોથી આ બધું જાયું. વિમાન નીચે ઉતરતું હતું ત્યારે મને કંઈક ખોટું થયું હોય તેવું લાગ્યું. એવું લાગતું હતું કે તે ક્રેશ થશે. અચાનક, તે માર્ગ પરથી ભટકી ગયું અને જારદાર ધડાકા સાથે ક્રેશ થયું. પછી તેમાં આગ લાગી અને ચાર-પાંચ વખત વિસ્ફોટ થયો.”
એક પ્રત્યક્ષદર્શીએ વધુમાં જણાવ્યું કે નજીકના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા, પરંતુ આગ એટલી તીવ્ર હતી કે કોઈ કોઈને બચાવવાની હિંમત એકઠી કરી શક્્યું નહીં. અકસ્માતમાં માર્યા ગયેલા લોકોમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, પાયલોટ કેપ્ટન સુમિત કપૂર, કેપ્ટન શામ્ભવી પાઠક, પર્સનલ સિક્યુરીટી  ઓફિસર (પીએસઓ) વિદીપ જાધવ અને ફ્લાઇટ એટેન્ડન્ટ પિંકી માલીનો સમાવેશ થાય છે.
અકસ્માત પછી જે દ્રશ્યો દેખાયા તે ભયાનક ગણાવાઈ રહ્યા છે. વિમાનનો કાટમાળ ઘટનાસ્થળે વિખરાયેલો જાવા મળ્યો હતો, જ્યારે બધે ધુમાડો છવાઈ ગયો હતો. ફોટા અને દ્રશ્યો દર્શાવે છે કે વિમાનનો ફ્યુઝલેજ લગભગ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો.
ઘટનાના સમાચાર ફેલાતાં જ રાજકીય વર્તુળોમાં શોકની લહેર ફેલાઈ ગઈ. અજિત પવાર મહારાષ્ટ્રના  રાજકારણમાં એક અગ્રણી વ્ય્લિત  રહ્યા છે અને લાંબા સમયથી જાહેર જીવનમાં સક્રિય છે. જાકે, અકસ્માતના કારણ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. સ્થાનિક વહીવટીતંત્ર અને કટોકટી સેવાઓ ઘટનાસ્થળે રાહત અને તપાસ કામગીરીમાં રોકાયેલા છે.