અમરેલી જિલ્લામાં વધુ બે લોકો લાપતા થયા હતા. ડુંગર ગામે વાડીએ કપાસ વીણતી યુવતી બાથરૂમ જવાનું કહીને
લાપતા થઈ હતી. જ્યારે સાવરકુંડલામાંથી આધેડ ઘરેથી ચાલી નીકળ્યો હતો. દાહોદના ફતેપુરાના વિક્રમભાઇ પુનાભાઇ કલાસવા (ઉ.વ.૪૬)એ જાહેર કર્યા મુજબ, તેમની દીકરી પાયલબેન ડુંગર ગામે શુકલભાઇ બાલુભાઇ લાડુમોરની વાડીએ કપાસ વીણતી હતી. ત્યાંથી બાથરૂમ જવાનું કહીને નીકળ્યા બાદ લાપતા બની હતી. બીજા બનાવમાં સાવરકુંડલામાં રહેતા ક્રિશભાઇ બાબુભાઇ બુહા (ઉ.વ.૧૮)એ જાહેર કર્યા મુજબ, તેમના પિતા બાબુભાઇ મોહનભાઇ બુહા (ઉ.વ.૫૧) ઘરેથી કોઇને જાણ કર્યા વગર કયાંક જતા રહ્યા હતા.









































