લીલીયા મોટા ખાતે અગાઉ કરોડોના ખર્ચે થયેલી ભૂગર્ભ ગટર યોજના નિષ્ફળ નીવડતાં ગ્રામજનો દાયકાથી મુશ્કેલી વેઠી રહ્યા છે. વેપારી અગ્રણી દ્વારા નામદાર હાઇકોર્ટમા PIL દાખલ થતાં, ભૂગર્ભ ગટરના રિનોવેશન માટે સરકારે રૂ.૧૧ કરોડની ગ્રાન્ટ ફાળવી છે. જોકે, રિપેરિંગનું કામ શરૂ થતાં જ કોન્ટ્રાક્ટર દ્વારા સરકારી ધારાધોરણ મુજબ કામગીરી ન થતી હોવાની ફરિયાદો ઊઠી હતી. આ ફરિયાદોના પગલે આજે સવારે DDO પરિમલ પંડ્યાએ લીલીયા ખાતે સરપ્રાઇઝ વિઝિટ કરી હતી. પટેલ નગર વિસ્તારમાં નિરીક્ષણ દરમિયાન, DDOને કામગીરી નબળી જણાતાં તેમણે કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝરને ઉધડો લીધો હતો. આ સમયે, જવાબદાર સરકારી સુપરવાઇઝર કે કર્મચારીઓ સ્થળ પર ડોકાયા નહોતા.







































