હિંમતનગરમાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના પાલનને લઈને આજે જનજાગૃતિનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. શહેરના રસ્તાઓ પર એકસાથે આશરે ૨૦૦ બાઈક રાઈડર્સની રેલી નીકળી હતી. તમામ રાઈડર્સ હેલ્મેટ પહેરીને રેલીમાં જાડાયા હતા અને વાહનચાલકોને માર્ગ સલામતી અંગે જાગૃત કર્યા હતા.પોલીસ હેડક્વાર્ટર ખાતેથી આ બાઈક રેલીને મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીમાં જાડાયેલા બાઈક રાઈડર્સે શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈને લોકોને હેલ્મેટ પહેરવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી.રેલી દરમિયાન બાઈક પર માર્ગ સલામતી અંગેના પ્લેકાર્ડ લગાવવામાં આવ્યા હતા. ‘હેલ્મેટ પહેરો, સુરક્ષિત રહો’ અને ‘ટ્રાફિક નિયમોનું પાલન કરો’ જેવા સંદેશ સાથે વાહનચાલકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
આ બાઈક રેલીમાં સાંસદ શોભનાબેન બારૈયા, હિંમતનગર નગરપાલિકા પ્રમુખ અરુણાબેન કડિયા, ઉપપ્રમુખ ગોપાલસિંહ રાઠોડ, જિલ્લા પોલીસ વડા ડા. પાર્થરાજસિંહ ગોહિલ, ડીવાયએસપી એ.કે. પટેલ, કલેક્ટર લલિત નારાયણ સિંધ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, આરટીઓ અધિકારી જીગર પટેલ અને આરટીઓ ઇન્સ્પેક્ટર સંજયભાઈ વાઘડીયા સહિતના મહાનુભાવો ઉપÂસ્થત રહ્યા હતા.
આ ઉપરાંત પોલીસ જવાનો,આરટીઓ,ટીઆરબી,જીઆરડી અને હોમગાર્ડના કર્મચારીઓ તેમજ હિંમતનગર નગરપાલિકાના કર્મચારીઓ પણ રેલીમાં જાડાયા હતા. પોલીસ હેડક્વાર્ટરથી શરૂ થયેલી રેલી બી-ડિવિઝન પોલીસ સ્ટેશન, ટાવર ચોક, ઓવરબ્રિજ, નમસ્તે સર્કલ, અહિંસા સર્કલ, ખેડ-તસિયા રોડ, છાપરીયા ચાર રસ્તા, મોતીપુરા, કવિશ્રી ઉમાશંકર રેલવે ઓવરબ્રિજ અને એસટી બસ સ્ટેન્ડ થઈને આગળ વધી હતી. ત્યારબાદ રેલી બી-ડિવિઝન પોલીસ સ્ટેશન અને જિલ્લા સબજેલ થઈ ફરી પોલીસ હેડક્વાર્ટર ખાતે પૂર્ણ થઈ હતી.
માર્ગ અકસ્માતો અટકાવવા અને લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવાના હેતુથી યોજાયેલી આ બાઇક રેલીમાં એક મહત્વનો સંદેશ આપવામાં આવ્યો હતો કે રસ્તા પર ઝડપ કરતાં સાવચેતી વધુ જરૂરી છે. હેલ્મેટનો ઉપયોગ અને ટ્રાફિક નિયમોનું પાલન કરીને અકસ્માતનું જાખમ ઘટાડી શકાય છે.