સાવરકુંડલાના શેલણા ગામે થોડા દિવસ પહેલા ગામના બસ સ્ટેન્ડમાં ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હોવાનો અહેવાલ અખબારમાં પ્રસિદ્ધ થયો હતો. જે બાદ આ ઈસમે દબાણ સ્વેચ્છાએ હટાવીને ગ્રામપંચાયતની જગ્યા ખાલી કરવાના બદલે અખબારમાં આ અહેવાલ કોણે આપ્યો તેની તપાસ શરૂ કરી હતી. આ ઉપરાંત જેણે પણ આ અહેવાલ કે માહિતી આપી હશે તેના સારા વાટ નહીં રહે તેમ પણ ગામલોકોને જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગ્રામજનોએ આ માથાભારે ઈસમે બસ સ્ટેન્ડ અને તેની આસપાસ કરેલા દબાણને લઈ ધારાસભ્ચ મહેશભાઈ કસવાળા અને ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી. તેથી ગ્રામજનો આ દબાણ તંત્ર દ્વારા સત્વરે દૂર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.







































