વેરાવળ સ્થિત રાજ્યસભાના સાંસદ માનસિંહભાઈ પરમારના જનસંપર્ક કાર્યાલય ખાતે પ્રજાકીય સેવાઓનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. અહીં રેશનકાર્ડ, વિધવા પેન્શન, દિવ્યાંગ પેન્શન, આયુષ્માન કાર્ડ, વહાલી દીકરી યોજના, ઈ-શ્રમ કાર્ડ, પ્રધાનમંત્રી આવાસ યોજના, પીએમ કિસાન સહિતની વિવિધ સરકારી યોજનાઓના ફોર્મ ભરી જરૂરી કામગીરી કરવામાં આવે છે. દસ્તાવેજોની ચકાસણી કરી પાત્ર અરજદારોને લાભ અપાવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના ૨૫ વર્ષની ઉજવણી નિમિત્તે કાર્યાલય ખાતે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને કાર્ડ અને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.