વડીયા પંથકમાંથી ગત રાત્રિના રોજ આમ આદમી પાર્ટીના નેતા દ્વારા દુધનું ટેન્કર ઝડપી વડીયા પોલીસ સ્ટેશને સોંપી દેવાયા બાદ આ ટેન્કરમાં દુધ નકલી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જેથી અમરેલી ફુડ એન્ડ ડ્રગ્સની ટીમ દ્વારા દુધના નમુના લેવામાં આવતા આ દુધ નકલી હોવાનો પ્રાથમિક રીપોર્ટ આવતા દુધનો નાશ કરાયો હતો. સોમવારની રાત્રિના સમયે હનુમાન ખીજડીયા પાસેથી આપ નેતા યુવરાજસિંહ સહિતના આગેવાનોએ ૧૦ હજાર લીટર દુધ ભરેલુ ટેન્કર ઝડપી પાડ્યુ હતુ. આ ટેન્કરમાં દુધ નકલી હોવાના આક્ષેપ સાથે વડીયા પોલીસને ટેન્કર સોંપી દેવામાં આવ્યું હતુ. આ ઘટનાની જાણ અમરેલી ફુડ સેફ્ટી વિભાગને કરવામાં આવતા ફુડ સેફ્ટી ઓફિસર કલસરીયા સહિતનો સ્ટાફ વડીયા પહોંચી ગયો હતો અને દુધના સેમ્પલ લઈ તપાસ કરવામાં આવતા પ્રાથમિક રીપોર્ટમાં દુધ નકલી હોવાનુ જાણવા મળ્યુ હતુ. જેથી રાત્રીના બે વાગ્યાની આસપાસ ડમ્પીંગ સાઈટ પર ૧૦ હજાર લીટર દુધને ઢોળી દેવામાં આવ્યું હતુ. જા કે આ દુધ કોનુ હતુ અને કઈ જગ્યાએ જતુ હતુ તે બાબત વડીયા પોલીસ તપાસ કરશે. હાલ તો ૧૦ હજાર લીટર દુધ નકલી હોવાથી તેનો નાશ થતા સમગ્ર જિલ્લામાં બનાવટી દુધને લઈ ખળભળાટ મચી જવા પામ્યો
છે.






































