ગીરના જંગલોમાં માલધારીઓની સંખ્યામાં ઘટાડો, હોટેલો-રીસોર્ટનો વિકાસ જેવા અનેક કારણોથી સિંહ અને બીજા વન્ય પ્રાણીઓ હવે ગામડાઓમાં વસવાટ કરતા જોવા મળી રહ્યા છે. અમરેલી જિલ્લામાં પણ સિંહોનો વસવાટ હાલ વધી રહ્યો છે. જિલ્લાના છેવાડાના ગ્રામીણ વિસ્તાર એવા વડિયામાં પણ છેલ્લા ઘણા સમયથી સિંહ પરિવાર, દીપડા, હરણ, નીલગાય સહિતના વન્ય પ્રાણીઓનો વસવાટ આ વિસ્તાર બની ચુક્યો છે. ચોમાસા બાદ સિંહોની ખૂબ મોટી સંખ્યામાં વસવાટ વડિયા વિસ્તારના અનેક ગામડાઓમા જોવા મળે છે. સુરવો નદી અને ડેમ વિસ્તાર, સાંકરોળી ડેમ વિસ્તારમાં સિંહ પરીવાર વિહરતો જોવા મળે છે. આ વિસ્તારમાં માલધારીઓે પણ મોટી સંખ્યામાં વસવાટ છે, ત્યારે અહીં ખુબ મોટા પ્રમાણમાં પાલતુ પશુઓ હોવાથી, પાણી અને રહેવા માટે વાતાવરણ અનુકૂળ આવતા હવે આ સિંહો અને અન્ય વન્ય પ્રાણીઓના રક્ષણ અને જાળવણી માટે વડિયામાં વાઈલ્ડ લાઈફની કચેરી સ્થાપવી અનિવાર્ય બની છે તેવું સ્થાનિકોની માંગ છે. હાલ વડિયા લીલીયા વાઈલ્ડ લાઈફ કચેરી અંતર્ગત છે. લીલીયા અહીંથી ૮૦ કિ. મી. આસપાસ દૂર થાય છે.







































