લાઠી સ્થિત માતૃશ્રી પુરીબેન માવજીભાઈ શંકર વિદ્યાલય ખાતે તારીખ ૧૭ એપ્રિલ ૨૦૨૬ના રોજ વાલી સંમેલન અને વિદ્યાર્થી સત્કાર સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિવમ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઘનશ્યામભાઈ શંકર અને શ્રીમતી ગીતાબેન શંકર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શ્રી અજીતભાઈ સોલંકી અને મુંબઈથી શ્રી રાજેશભાઈ પટેલે પણ હાજરી આપી હતી.
કાર્યક્રમમાં વર્ષ દરમિયાન શૈક્ષણિક અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં વિશેષ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. મહાનુભાવોએ વાલીઓને શિક્ષણ પ્રત્યે જાગૃતિ કેળવવા અનુરોધ કર્યો હતો. વાલીઓએ શાળાની શૈક્ષણિક કાર્યપધ્ધતિ અને સવલતો પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો. વિશાળ સંખ્યામાં વાલીઓની ઉપસ્થિતિએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.