લાઠીના હિરાણા એપ્રોચ રોડ પરના પથ્થરના બાંધકામવાળા પુલ પરથી પસાર થતા ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વૈલાઠીના હિરાણા એપ્રોચ રોડ પર સિંચાઈ વિભાગના પથ્થરના બાંધકામવાળા હયાત પુલ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટએ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે. તે મુજબ વૈકલ્પિક રુટ અનુસાર હિરાણા એપ્રોચ રોડ પરથી પસાર થતા ભારે વાહનોએ હિરાણાથી બાબરા થઈને જામબરવાળા-હિરાણા રોડ પરથી પસાર થવાનું રહેશે. આ જાહેરનામુ ઉક્ત પુલ નવો ન બને અથવા મરામત કરી અવરજવર માટે સલામતીની દ્રષ્ટિએ સુરક્ષિત ન બને ત્યાં સુધી અમલી રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાપાત્ર ઠરશે.








































