રાજુલા તાલુકાના રામપરા ગામ નજીક વન વિભાગની કામગીરી દરમિયાન એક હિંસક હુમલાની ઘટના સામે આવી છે. વન વિભાગ દ્વારા હાથ ધરાયેલી વાર્ષિક ‘ડી-ર્વોનિંગ’ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ‘લક્ષ્મી’ નામની સિંહણને પાંજરામાંથી મુક્ત કરવામાં આવી રહી હતી. આ સમયે સિંહણ અચાનક હિંસક બની પાછી ફરી હતી અને ટ્રેકર નકાભાઈ રામ પર તીવ્ર ઝડપે હુમલો કર્યો હતો.આ જીવલેણ હુમલામાં ટ્રેકર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સ્થળ પર હાજર અન્ય વનકર્મીઓમાં દોડધામ મચી ગઈ હતી. ઇજાગ્રસ્ત નકાભાઈને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ વનકર્મીની હાલત પર તબીબો દેખરેખ રાખી રહ્યા છે.