જ્યારે વૈભવ સૂર્યવંશીએ આઇપીએલ ૨૦૨૫ સીઝનમાં ડેબ્યૂ કર્યું, ત્યારથી તેની ઉંમર વિશે દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી હતી. વૈભવે પોતાની પ્રતિભાના આધારે બધાને જવાબ આપ્યો, જેમાં તેના બેટમાંથી ૩૮ બોલમાં ૧૦૧ રનની શાનદાર ઇનિંગ પણ જાવા મળી, જેના પછી તે આઇપીએલના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરે સદી ફટકારવાનો રેકોર્ડ બનાવવામાં સફળ રહ્યો. તે જ સમયે, હવે રાજસ્થાન રોયલ્સમાં વૈભવ સૂર્યવંશીના સાથી નીતિશ રાણાએ તેની ઉંમર વિશે એક નિવેદન આપ્યું, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.
તાજેતરમાં સમાપ્ત થયેલી દિલ્હી પ્રીમિયર લીગની બીજી સીઝનમાં નીતિશ રાણા વેસ્ટ દિલ્હી લાયન્સ ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા, જેમાં તેઓ તેમની ટીમને વિજેતા બનાવવામાં પણ સફળ રહ્યા હતા. નીતિશ રાણાએ ડીપીએલ ૨૦૨૫ માં આપેલા એક ઇન્ટરવ્યુ દરમિયાન વૈભવ સૂર્યવંશી વિશે એક નિવેદન આપ્યું હતું. તે ઇન્ટરવ્યુ દરમિયાન, જ્યારે એન્કરે નીતિશ રાણાને રાજસ્થાન રોયલ્સ ટીમના તેના સાથી ખેલાડીઓ વિશે કંઈક કહેવાનું કહ્યું જે બાકીના લોકો જાણતા નથી, ત્યારે તેના જવાબમાં નીતિશે મજાકમાં કહ્યું કે શું વૈભવ ૧૪ વર્ષનો છે કે નહીં.
આ પહેલીવાર નથી જ્યારે વૈભવ સૂર્યવંશીની ઉંમર વિશે આવી ચર્ચા જાવા મળી હોય. જ્યારે વૈભવ માત્ર સાડા ૮ વર્ષનો હતો, ત્યારે બીસીસીઆઈએ તેનો બોન ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ સંતોષકારક હતો. તમને જણાવી દઈએ કે વૈભવ આઈપીએલ ૨૦૨૫ સીઝનના અંતથી ભારતની અંડર ૧૯ ટીમ સાથે સતત પ્રવાસ કરી રહ્યો છે, જેમાં તે હવે સપ્ટેમ્બર મહિનામાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે, જ્યાં બધાની નજર તેના પ્રદર્શન પર રહેશે. ભારતીય અંડર ૧૯ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ત્રણ યુવા વનડે અને ૨ યુવા ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે.








































