પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી અને રાજ્યના અધિકારીઓ સામેના આરોપો સંબંધિત ઈડી ની અરજી પર સુપ્રીમ કોર્ટે આજે (ગુરુવારે) તેની સુનાવણી પૂર્ણ કરી. ઈડીનો આરોપ છે કે કોલકાતામાં રાજકીય સલાહકાર કંપની આઇ પીએસીના કાર્યાલયની તપાસ અને શોધ દરમિયાન મમતા બેનર્જી અને રાજ્યના અધિકારીઓએ તેના કામમાં દખલગીરી કરી હતી. એજન્સીનો દાવો છે કે આ તેની સત્તા અને અધિકારનું ઉલ્લંઘન કરે છે. આ કેસની સુનાવણી જસ્ટિસ પી.કે. મિશ્રા અને એન.વી. અંજારિયાની બેન્ચ દ્વારા કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ હવે પોતાનો ચુકાદો આપશે.
જÂસ્ટસ પી.કે. મિશ્રા અને એન.વી. અંજારિયાની બેન્ચે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. મમતા બેનર્જીનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે પશ્ચિમ બંગાળમાં સરકાર બદલાઈ ગઈ છે, તેથી રાજ્ય સરકારને કેસ સીબીઆઇને સોંપવાનો અધિકાર છે. તેથી, સુપ્રીમ કોર્ટને હસ્તક્ષેપ કરવાની જરૂર નથી.
સિબ્બલે દલીલ કરી હતી કે જ્યારે રાજ્ય સરકાર પોતે કેસ સીબીઆઇને સોંપી શકે છે, ત્યારે સુપ્રીમ કોર્ટનો આદેશ શા માટે જરૂરી છે? સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જ્યારે રાજ્યમાં સરકાર બદલાઈ ગઈ છે, ત્યારે ઈડી એ જ રહે છે. ઈડ્ઢ સરકાર ચલાવી રહી નથી.
પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે તૂટી ગઈ હોવાનો આરોપ લગાવતા, ઈડ્ઢ એ ૨૩ એપ્રિલે સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો હતો કે મમતા બેનર્જીએ કોલકાતામાં આઇ પીએસી ઓફિસ સામે ચાલી રહેલી મની લોન્ડરિંગ તપાસમાં અવરોધ ઊભો કરવા માટે સરકારી મશીનરીનો ઉપયોગ કર્યો હતો. ઈડીનો આરોપ છે કે તત્કાલીન મુખ્યમંત્રી મોટી પોલીસ ટુકડી સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઈડ્ઢ અધિકારીઓ દ્વારા કરવામાં આવતી શોધ અને પુરાવા જપ્ત કરવાનું બંધ કર્યું હતું.
૨૨ એપ્રિલે આ કેસમાં દલીલો સાંભળીને, સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે જા કોઈ મુખ્યમંત્રી તપાસમાં દખલ કરે છે, તો તે લોકશાહીને જાખમમાં મૂકે છે. ઈડ્ઢ એ તપાસ સીબીઆઇને સોંપવાનો નિર્દેશ માંગ્યો છે. આ માંગ કથિત અવરોધની ઘટનાઓ અને બદલાની ભાવનાથી દાખલ કરવામાં આવેલી એફઆઇઆર સાથે સંબંધિત છે. ઈડ્ઢ કહે છે કે મમતા બેનર્જી અને પશ્ચિમ બંગાળના ટોચના પોલીસ અધિકારીઓના વર્તનની તપાસ કરવા માટે એક સ્વતંત્ર એજન્સીની જરૂર છે. એ નોંધવું જાઈએ કે એપ્રિલમાં, ઈડ્ઢ એ કોલસા કૌભાંડ કેસમાં કાર્યવાહી કરી હતી અને આઇ પીએસીના ડિરેક્ટરની ધરપકડ કરી હતી.