૧૬ માર્ચે યોજાનારી રાજ્યસભા ચૂંટણી પહેલા બિહારમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. કેન્દ્રીય મંત્રી અને હિન્દુસ્તાની અવમ મોરચાના વડા જીતન રામ માંઝી રાજ્યસભા બેઠક પર આગ્રહી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે હિન્દુસ્તાની અવમ મોરચાને બેઠક આપવી જાઈએ.
માંઝીએ ભાજપને રાજ્યસભા બેઠકો અંગેના તેના અગાઉના વચનની યાદ અપાવી. માંઝીએ દાવો કર્યો હતો કે ભાજપે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલાના ઘટક હિન્દુસ્તાની અવમ મોરચાને એક રાજ્યસભા બેઠક આપવાનું વચન આપ્યું હતું.
૨૦૧૫માં પોતાની પાર્ટી બનાવનારા માંઝીએ ગયામાં પત્રકારોને જણાવ્યું હતું કે ૨૦૨૪ની સામાન્ય ચૂંટણી પહેલા, ભાજપના ટોચના નેતાઓએ બે લોકસભા બેઠકો અને એક રાજ્યસભા બેઠકનું વચન આપ્યું હતું. પરંતુ અમને ફક્ત એક જ લોકસભા બેઠક મળી, અને અમે માટે તે જીતી ગયા. તેમણે ઉમેર્યું કે રાજ્યસભા બેઠકનું વચન હજુ સુધી પૂર્ણ થયું નથી. તેમણે કહ્યું, “હું આ માટે કોઈ માંગણી કરી રહ્યો નથી, પરંતુ અમારી પાર્ટીને ઓછામાં ઓછી એક રાજ્યસભા બેઠક મળવી જાઈએ.”
ચૂંટણી પંચે તાજેતરમાં બિહારમાં પાંચ રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરી છે, જેમાંથી ત્રણ શાસક દ્ગડ્ઢછ પાસે છે. નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ ૫ માર્ચ છે, જ્યારે નામાંકન પત્રોની ચકાસણી બીજા દિવસે થશે. ઉમેદવારોને ૯ માર્ચ સુધી તેમના નામાંકન પાછા ખેંચવાની મંજૂરી આપવામાં આવશે. ૧૬ માર્ચે ચૂંટણી યોજાશે.
બિહારમાં કુલ ૧૬ રાજ્યસભા બેઠકોમાંથી પાંચ બેઠકો એપ્રિલમાં ખાલી થશે, જેના માટે ચૂંટણી યોજાશે. આ પાંચ બેઠકોના હરિવંશ નારાયણ સિંહ અને રામનાથ ઠાકુર, ઇત્નડ્ઢના પ્રેમચંદ ગુપ્તા અને અમરેન્દ્ર ધારી સિંહ અને ઘટક ઇન્સ્ના ઉપેન્દ્ર કુશવાહાના કબજામાં છે. કુશવાહ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી છે જે ૨૦૨૫માં ભાજપની મદદથી રાજ્યસભામાં પહોંચ્યા હતા. રાજ્યના મુખ્ય વિપક્ષી પક્ષ, આરજેડી પાસે માત્ર ૨૫ ધારાસભ્યો છે, જે રાજ્યસભાની બેઠક જાળવી રાખવા માટે પૂરતા નથી.
એનડીએએ હજુ સુધી સંસદના ઉપલા ગૃહની ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી. દરમિયાન, સૂત્રોના જણાવ્યા અનુસાર, વિપક્ષી મહાગઠબંધન પાંચ રાજ્યસભા બેઠકોમાંથી એક જીતવા માટે એઆઇએમઆઇએમ અને બસપા ના સમર્થન પર આધાર રાખી રહ્યું છે, જેમની સાથે તેનું ક્યારેય ગઠબંધન નથી થયું.
આરજેડીના નેતૃત્વ હેઠળના મહાગઠબંધન, જેમાં કોંગ્રેસ, સીપીઆઈ(એમએલ), સીપીઆઈ(એમ) અને નવા રચાયેલા આઈઆઈપીનો સમાવેશ થાય છે, પાસે ૨૪૩ સભ્યોની રાજ્ય વિધાનસભામાં ફક્ત ૩૫ સભ્યો છે, જે રાજ્યસભા બેઠક સુરક્ષિત કરવા માટે જરૂરી ન્યૂનતમ સંખ્યાથી છ ઓછા છે.






































