ન્યુઝીલેન્ડના ગ્લેન ફિલિપ્સ ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ ટી ૨૦ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં ટોચ પર છે. તેણે અત્યાર સુધી ચાર મેચોમાં ચાર ઇનિંગમાં ૯૨ ની સરેરાશથી ૨૭૬ રન બનાવ્યા છે. તેણે આ શ્રેણીમાં ૨૧ ચોગ્ગા અને ૧૭ છગ્ગા ફટકાર્યા છે.
ટીમ ઇન્ડિયાના શક્તિશાળી ઓપનર અભિષેક શર્મા આ યાદીમાં બીજા ક્રમે છે. તેણે આ શ્રેણીમાં ચાર મેચોમાં ચાર ઇનિંગમાં ૪૯ ની સરેરાશથી ૧૯૬ રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઇક રેટ ૨૨૭.૯૧ છે. તેણે ૧૭ ચોગ્ગા અને ૧૬ છગ્ગા ફટકાર્યા છે.
ટીમ ઇન્ડિયાના શક્તિશાળી ઓપનર અભિષેક શર્મા આ યાદીમાં બીજા ક્રમે છે. તેણે આ શ્રેણીમાં ચાર મેચોમાં ચાર ઇનિંગમાં ૪૯ ની સરેરાશથી ૧૯૬ રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઇક રેટ ૨૨૭.૯૧ છે. તેણે ૧૭ ચોગ્ગા અને ૧૬ છગ્ગા ફટકાર્યા છે.
આ યાદીમાં ન્યૂઝીલેન્ડનો મિડલ-ઓર્ડર બેટ્‌સમેન ડેરિલ મિશેલ ત્રીજા ક્રમે છે. તેણે ચાર ઇનિંગ્સમાં ૪૯ ની સરેરાશથી ૧૪૭ રન બનાવ્યા છે. તેણે આ બધા રન ૧૭૨.૯૪ ના સ્ટ્રાઇક રેટથી બનાવ્યા છે. તેણે અત્યાર સુધીમાં ૧૦ ચોગ્ગા અને આઠ છગ્ગા ફટકાર્યા છે.
ન્યૂઝીલેન્ડનો મિડલ-ઓર્ડર બેટ્‌સમેન ડેરિલ મિશેલ આ યાદીમાં ત્રીજા ક્રમે છે. તેણે ચાર ઇનિંગ્સમાં ૪૯ ની સરેરાશથી ૧૪૭ રન બનાવ્યા છે. તેણે આ બધા રન ૧૭૨.૯૪ ના સ્ટ્રાઇક રેટથી બનાવ્યા છે. તેણે અત્યાર સુધીમાં ૧૦ ચોગ્ગા અને આઠ છગ્ગા ફટકાર્યા છે.
ન્યૂઝીલેન્ડનો બેવન જેકબ્સ આ યાદીમાં ચોથા ક્રમે છે. તેણે અત્યાર સુધીમાં ચાર મેચોમાં ચાર ઇનિંગ્સમાં ૪૫ ની સરેરાશથી ૧૩૫ રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઇક રેટ ૧૪૬.૭૪ છે. તેણે નવ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા છે.
કીવી ઓપનર ફિન એલન સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં પાંચમા ક્રમે છે. તેણે આ શ્રેણીમાં ચાર મેચોમાં ચાર ઇનિંગ્સમાં ૩૩ ની સરેરાશથી ૧૩૨ રન બનાવ્યા છે. તેણે આ બધા રન ૧૬૫ ના સ્ટ્રાઇક રેટથી બનાવ્યા છે. તેણે અત્યાર સુધીમાં સાત ચોગ્ગા અને ૧૦ છગ્ગા ફટકાર્યા છે.