અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ભીલા ગામે સાયબર ઠગાઈનો એક નવો અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ડિજિટલ યુગમાં જાગૃતિના અભાવે એક વ્યક્તિએ પોતાના બેંક ખાતામાંથી અંદાજે બે લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો. સાયબર ઠગોએ ‘e Challan.apk’ નામની નકલી એપ્લિકેશન મોકલીને મોબાઈલ હેક કરી આ છેતરપિંડી આચરી હતી. આ અંગે રાજેશભાઇ પીઠાભાઇ ડેર (ઉ.વ.૩૬) એ અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની વિગત મુજબ, કોઈ અજાણ્યા શખ્સે સૌપ્રથમ તેના સાથી કર્મચારીના મોબાઈલ પર વોટ્‌સએપમાં “e Challan.apk” નામની એક લિંક મોકલી હતી. જેવી આ એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવી, તે સાથે જ સાથી કર્મચારીનો ફોન હેક થઈ ગયો હતો. ત્યારબાદ, હેક થયેલા તે ફોનમાંથી ફરિયાદીના વોટ્‌સએપ પર પણ આ જ નકલી એપ્લિકેશન મોકલવામાં આવી હતી. આ અંગે રાજેશભાઇ પીઠાભાઇ ડેર (ઉ.વ.૩૬) એ અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. તેમણે જેવી આ એપ્લિકેશન પર ક્લિક કર્યું, તે સાથે જ તેમનો મોબાઈલ પણ હેક થઈ ગયો હતો. સાયબર ઠગોએ ફરિયાદીના મોબાઈલ પર નિયંત્રણ મેળવી લીધું હતું અને તેમના બેંક ખાતામાંથી કટકે-કટકે કુલ રૂ.૧,૯૨,૫૦૦/- ઉપાડી લીધા હતા. પોતાના ખાતામાંથી મોટી રકમ ઉપડી ગયાની જાણ થતા
આભાર – નિહારીકા રવિયા ફરિયાદીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ મામલે પોલીસે અજાણ્યા ઠગ વિરુદ્ધ ઓનલાઈન છેતરપિંડી અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. બાબરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.આર. શેઠ વધુ તપાસ કરી રહ્યા છે.