બોલીવુડ અભિનેતા ઇમરાન ખાનની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. મુંબઈમાં વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધા બાદ,એફઆરઆરઓએ તેમને ૨૮ ઓક્ટોબર, ૨૦૨૬ સુધીમાં ભારત છોડવાની નોટિસ જારી કરી છે. દરમિયાન, ઇમરાન ખાનની ટીમ ૧૬ ઓક્ટોબરે બોમ્બે હાઇકોર્ટમાં આ નોટિસને પડકારવાની તૈયારી કરી રહી છે. દરમિયાન, આ મુદ્દા પર મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વધુ તીવ્ર બની છે.એઆઇએમઆઇએમ અને કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો કે ઇમરાન ખાનને એટલા માટે નિશાન બનાવવામાં આવી રહ્યા છે કારણ કે તે મુસ્લિમ છે.
એઆઇએમઆઇએમ નેતા વારિસ પઠાણે આરોપ લગાવ્યો કે ઇમરાન ખાનને એટલા માટે નિશાન બનાવવામાં આવી રહ્યા છે કારણ કે તે મુસ્લિમ છે. તેમણે પ્રશ્ન કર્યો કે શું ઇમરાન ખાન આતંકવાદી છે. તેઓ હથિયાર નહીં પણ ત્રિરંગા સાથે વિરોધ કરી રહ્યા હતા. તેમણે પ્રશ્ન કર્યો કે જા ઇમરાન ખાનનું નામ ઇન્દ્રજીત હોત તો શું તેમની સામે આવી જ કાર્યવાહી કરવામાં આવી હોત.કોંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ સાંસદ હુસૈન દલવાઈએ કહ્યું કે જા ઇમરાન ખાને વિઝા શરતો અથવા કોઈપણ કાયદાનું ઉલ્લંઘન કર્યું હોય, તો તેમની સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે. પરંતુ ફક્ત એટલા માટે કે તેઓ મુસ્લિમ છે અને વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો છે તે ખોટું છે.
નોંધનીય છે કે ભાજપે વિપક્ષના આરોપોને ફગાવી દીધા છે. ભાજપ લઘુમતી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ, બાસિત અલીએ જણાવ્યું હતું કે કોઈપણ વિદેશી નાગરિક જે ભારતમાં અશાંતિ ભડકાવવા અથવા કાયદો તોડવા આવે છે તેની સામે કાર્યવાહી થવી જાઈએ. તેમણે ઇમરાન ખાન સામે કડક કાર્યવાહીની પણ માંગ કરી. બાસિત અલીએ જણાવ્યું કે તેઓ વડા પ્રધાન અને ગૃહમંત્રી અમિત શાહને મળીને કડક કાર્યવાહીની માંગ કરશે.
મહારાષ્ટ્રના ગૃહ રાજ્યમંત્રી યોગેશ કદમે જણાવ્યું કે આ કાર્યવાહી રાજકીય બદલાની ભાવનાથી કરવામાં આવી નથી. તેમણે જણાવ્યું કે આ કાર્યવાહી ઇમરાન ખાનને આપવામાં આવેલી વિઝા શરતોના ઉલ્લંઘનના આધારે કરવામાં આવી છે અને આ મામલે કોઈ રાજકારણ સામેલ ન હોવું જાઈએ. હાલમાં, ઇમરાન ખાનની ટીમ કાનૂની લડાઈની તૈયારી કરી રહી છે. પરિણામે, આગામી દિવસોમાં આ મુદ્દો કોર્ટરૂમ અને મહારાષ્ટ્રના રાજકારણને વધુ ગરમ કરે તેવી શક્યતા છે.










































