અમરેલી શહેરમાં જાહેર રોડ પર ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે પાર્ક કરેલા વાહનના ચાલકો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વિવિધ વાહનનો કબજો ધરાવનાર વ્યક્તિઓ બેજવાબદારીપૂર્વક તેને રોડ પર મૂકી દેતા વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી હતી. ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ પોલીસે જાહેર રોડ પર અવરજવરને અવરોધવાના ગુના હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી.








































