અમરેલી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા તા. ૮.૧૨.૨૦૨૫ થી તા. ૧૫.૧૨.૨૦૨૫ સુધી તમામ તાલુકામાં ૪ રમતો (રસ્સાખેંચ, ચેસ, ખો-ખો, કોથળા દોડ)નું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતું. જેમાં તાલુકા કક્ષાએ વિજેતા થયેલ ખેલાડીઓ માટે જિલ્લા કક્ષાએ અમરેલી સ્થિત સરદાર પટેલ રમત સંકુલ ખાતે તા. ૨૧ ડિસેમ્બર, ૨૦૨૫ સમય સવારે ૭.૩૦ વાગ્યે કોથળા દોડ, રસ્સાખેંચ સહિતની સ્પર્ધાઓ યોજાશે. જેમાં કોથળા દોડ (કન્વીનર રવિભાઈ નાવડિયા મો. ૭૯૯૦૧૨૧૩૪૨), રસ્સાખેંચ (કન્વીનર પી.ડી. મિયાણી મો. ૯૪૨૬૨૫૫૨૦૭), ચેસ (કન્વીનર ભગીરથસિંહ જાડેજા મો. ૯૯૦૯૩૯૬૫૧૧), ખો-ખો (કન્વીનર પી.ડી. મિયાણી મો. ૯૪૨૬૨૫૫૨૦૭) સહિતની સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.