(એ.આર.એલ),ઇસ્લામાબાદ,તા.૧
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે તાજેતરમાં સ્વીકાર્યું હતું કે પાકિસ્તાને ૧૯૯૯માં ભારત સાથેનો કરાર તોડ્યો હતો. હવે પાકિસ્તાન સરકારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ને લઈને નવું નિવેદન જાહેર કર્યું છે. વાસ્તવમાં, પીઓકેના કવિ અને પત્રકાર અહમદ ફરહાદ શાહના બે અઠવાડિયા સુધી ગુમ થવા અંગેની સુનાવણી દરમિયાન પાકિસ્તાન સરકારે કહ્યું કે પીઓકે તેમનો ભાગ નથી, તે વિદેશી ક્ષેત્ર છે. નવાઝ શરીફ સરકારનું આ નિવેદન સાંભળીને પાકિસ્તાનના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
પીઓકેના કવિ અહેમદ ફરહાદ અંગે, પાકિસ્તાન સરકારનું પ્રતિનિધિત્વ કરતા વકીલે કોર્ટમાં કહ્યું, “અહમદ ફરહાદની ધરપકડ કરી શકાતી નથી કારણ કે પીઓકે અમારો નથી પરંતુ વિદેશી પ્રદેશ છે.” જા કે સરકારી વકીલના આ દાવાથી હાઈકોર્ટ પણ ચોંકી ઉઠી છે. કોર્ટે પૂછ્યું કે જ્યારે પીઓકે વિદેશી ક્ષેત્ર છે તો પાકિસ્તાની રેન્જર્સ ત્યાં કેવી રીતે ઘૂસ્યા?
પાકિસ્તાની પત્રકાર હામિદ મીરે સરકારી વકીલના આ નિવેદન પર નારાજગી વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટંગતેમણે વધુમાં કહ્યું કે, “પાકિસ્તાન પીઓકેને ખૂબ જ નકારાત્મક રીતે રજૂ કરી રહ્યું છે. તેઓએ ઈસ્લામાબાદમાંથી એક કવિનું અપહરણ કર્યું. તેઓએ પીઓકેમાં તેની ધરપકડ કરી અને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં પીઓકેને વિદેશી પ્રદેશ જાહેર કર્યો. આનો અર્થ એ છે કે તેમની પાસે કબજા કરનાર સૈન્ય પીઓકેમાં અધિકારક્ષેત્ર ધરાવે છે, પરંતુ પાકિસ્તાની અદાલતોને કોઈ અધિકારક્ષેત્ર નથી.”
તમને જણાવી દઈએ કે પીઓકેના કવિ અહેમદ ફરહાદ તેમની વિદ્રોહી કવિતા માટે ખૂબ જ પ્રખ્યાત છે. તેનું તેના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું. બુધવારે એટર્ની જનરલ મન્સૂર ઉસ્માન અવાને કોર્ટને જણાવ્યું હતું કે ફરહાદની ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં તે પીઓકે પોલીસની કસ્ટડીમાં છે.