કેન્દ્ર સરકારે સંસદ દ્વારા પસાર કરાયેલા ઓનલાઈન ગેમિંગ કાયદાને પડકારતા કેસમાં સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. કાયદા વિરુદ્ધ ત્રણ હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની માંગ કરવામાં આવી છે. કેન્દ્રએ આ મામલે સુપ્રીમ કોર્ટ પાસેથી વહેલી સુનાવણીની માંગ કરી છે. જેના પર સુપ્રીમ કોર્ટ ટૂંક સમયમાં સુનાવણી કરવા માટે તૈયાર છે. આ બાબતે,સીજેઆઇ બીઆર ગવઈએ કહ્યું કે તેઓ આવતા અઠવાડિયે સુનાવણી કરશે. અરજીઓ ટ્રાન્સફર કરવા માટે અરજી દાખલ કરવામાં આવીએવા સમયે જ્યારે ઓનલાઈન ગેમિંગ કાયદા, ૨૦૨૫ ને પડકારતી અરજીઓ પર વિવિધ હાઈકોર્ટ દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે, ત્યારે કેન્દ્રએ અરજીઓને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવા માટે અરજી દાખલ કરી છે, જેથી સમાંતર કાર્યવાહીમાં વિરોધાભાસી આદેશો પસાર ન થાય. ઓનલાઈન ગેમિંગ કાયદા, ૨૦૨૫ નો પ્રમોશન અને નિયમન એ ભારતની સંસદ દ્વારા પસાર કરાયેલો કાયદો છે, જે ભારતમાં ઓનલાઈન ગેમિંગના લાઇસસિંગ, વર્ગીકરણ અને નિયમન માટે એક વ્યાપક કાનૂની માળખું પૂરું પાડે છે.







































