અમદાવાદના હોમિયોપેથી ડાક્ટરને હનીટ્રેપમાં ફસાવી મહેસાણા નજીક હાઈવે પર તેનું અપહરણ કરી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ.૧૦ લાખની માગણી કરતી ગેંગનો ખેલ ત્યાં પહોંચેલી તાલુકા પોલીસે બગાડ્યો હતો. પોલીસે યુવતી સહિત ૭ જણાને ઝડપી લઈ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદમાં હોમિયોપેથી તબીબ તરીકે પ્રેક્ટિસ કરતા આધેડ સાથે પાલનપુરની આરતી ચૌહાણે ફેસબુક મેસેન્જરથી સંપર્ક કરી મિત્રતા કેળવી ગુરુવારે તેમને મળવા માટે પાલનપુર બોલાવ્યા હતા. કાર લઈને પાલનપુર પહોંચેલા ડોક્ટર સાથે યુવતીએ લિજેન્ડ હોટલમાં મુલાકાત કરી સાથે ફોટા પડાવ્યા હતા. યુવતીએ તેને પણ મહેસાણા આવવાનું હોવાનું કહીંને પરત અમદાવાદ જવા નીકળેલા ડોક્ટર સાથે તેમની કારમાં સાથે નીકળી હતી. કાર મહેસાણા તરફ આવતી હતી ત્યારે યુવતીએ મોટી દાઉ નજીક ઉલટી થતી હોવાનું બહાનું કરી કાર ઊભી રખાવી હતી અને તેના સાગરિતો પણ ત્યાં પહોંચ્યા હતા. કાર ઊભી રહેતાં જ તેના અન્ય છ સાગરીતોએ ડોક્ટરને કારની પાછળની વચ્ચેની સીટ પર બેસાડી દઈ અપહરણ કરી મારા-મારી કરી બળાત્કાર જેવા ગંભીર ગુનામાં ફસાવી દેવાની ધમકી આપીને ૧૦ લાખની માગણી કરીને તેમનો રૂ.૫૦ હજારનો આઈફોન પણ પડાવી લીધો હતો.
બીજી તરફ પેટ્રોલિંગમાં નીકળેલી મહેસાણા તાલુકા પોલીસની ટીમે બે કાર અને એક મહિલા સહિત કેટલાકને બોલાચાલી કરતા જાતાં તેઓ ત્યાં પહોંચ્યા હતા. ટીમે પૂછપરછ કરતાં સમગ્ર કાવતરાનો પર્દાફાસ થયો હતો. પોલીસે સાતેય આરોપીઓની અટક કરી તેમની સામે ગુનો દાખલ કર્યો હતો.
આરતી પ્રકાશસિંગ ચૌહાણ (રાજપુત) (હાલ રહે. પાલનપુર, હનુમાન ટેકરી, ન્યુ બસસ્ટેન્ડની પાસે, મૂળ રહે. દિલ્હી, ઉત્તમનગર, ગૌતમસ્વામી સોસાયટી), મોહમદ ફૈઝલખાન રહીશખાન પરમાર (રહે. પાલનપુર, સુખબાગરોડ, મૂળ રહે.કુભાસણ, તુવેરવાસ તા.પાલનપુર), સરીફ ઇદ્રીશભાઇ બેલીમ (રહે. પાલનપુર, હનુમાન ટેકરી, એગોલા રોડ. મૂળ રહે. સીધાડા ઠાકોરવાસ, તા.સાંતલપુર), સમીરખાન અસરફખાન મલેક (રહે.પીપડી મલેકવાસ, તા.પાટડી), આફતાબખાન સલીમખાન અબ્બાસી (હાલ રહે. પાલનપુર, રબારીવાસના નાકે સુખબાગરોડ), સોહિલકુમાર સલીમભાઇ કુરેશી (હાલ રહે. પાલનપુર, ઢુઢીયાવાડી ગેમરપુરા, મૂળ રહે. ઇકબાગઢ તા.પાલનપુર), સમીરખાન રફીકભાઇ સંધી (રહે. પાલનપુર)








































