ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ ૨૭ નવેમ્બરના રોજ ક્રાઇસ્ટચર્ચના હેગલી ઓવલ ખાતે શરૂ થઈ હતી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ મેચમાં ભારતના સ્ટાર ઓપનિંગ બેટ્‌સમેન યશસ્વી જયસ્વાલે મેદાનમાં ઉતરતાની સાથે જ, તેમણે માત્ર એક વિશ્વ રેકોર્ડની બરાબરી કરી નહીં, પરંતુ એક ખાસ યાદીમાં સચિન તેંડુલકરને પણ પાછળ છોડી દીધો. યશસ્વી જયસ્વાલે હવે પોતાના ડેબ્યૂ પછી અલગ અલગ સ્થળોએ રમાતી સતત ટેસ્ટ મેચોની યાદીમાં સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે, જ્યારે નંબર વન રેન્કિંગ ધરાવતા સંજય માંજરેકરની પણ બરાબરી કરી છે.
યશસ્વી જયસ્વાલે જુલાઈ ૨૦૨૩ માં વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ દરમિયાન રોસાઉના વિન્ડસર પાર્ક ખાતે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી, તેમણે અલગ અલગ સ્થળોએ કુલ ૩૩ ટેસ્ટ મેચ રમી છે. યશસ્વી જયસ્વાલે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે અને હવે તેમના ટેસ્ટ ડેબ્યૂ પછી અલગ અલગ સ્થળોએ રમાતી સૌથી વધુ સતત મેચોના રેકોર્ડમાં ભારતના ભૂતપૂર્વ ખેલાડી સંજય માંજરેકરની બરાબરી કરી છે. માંજરેકરે પોતાના ટેસ્ટ ડેબ્યૂ પછી અલગ અલગ સ્થળોએ સતત ૩૩ મેચ રમી, જેમાં તેમની ૩૪મી ટેસ્ટમાં પુનરાવર્તિત સ્થળ હતું.

ડેબ્યૂ પછી અલગ અલગ મેદાનો પર સૌથી વધુ ટેસ્ટ મેચ રમનારા ખેલાડીઓ
સંજય માંજરેકર (ભારત) – ૩૩ ટેસ્ટ
યશસ્વી જયસ્વાલ (ભારત) – ૩૩* ટેસ્ટ
સચિન તેંડુલકર (ભારત) – ૩૨ ટેસ્ટ
જવગલ શ્રીનાથ (ભારત) – ૨૪ ટેસ્ટ
દિનેશ રામદીન (વેસ્ટ ઇન્ડિઝ) – ૨૪ ટેસ્ટ
માંજરેકરનો રેકોર્ડ પણ તૂટવાનું લગભગ નક્કી છે. ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડના તેમના પ્રવાસની બીજી ટેસ્ટ પછી સ્વદેશ પરત ફરશે, ત્યારબાદ તેઓ આવતા વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની શ્રેણી રમશે. પ્રથમ મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે, જ્યાં યશસ્વી જયસ્વાલે હજુ સુધી ટેસ્ટ મેચ રમી નથી. જા તે આ મેચમાં રમે છે, તો તે સંજય માંજરેકરનો રેકોર્ડ તોડી નાખશે.