ધોરાજી પંથકમાં ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતો પર વાતાવરણના પલટા અને કાળઝાળ ગરમીની
માઠી અસર જોવા મળી રહી છે. ડુંગળીના પાકમાં પીળીયા રોગ આવતાં છોડનો વિકાસ અટક્યો છે અને ગરમીના કારણે ગાંઠનો યોગ્ય વિકાસ થતો નથી. એક વીઘા દીઠ અંદાજે રૂ. ૨૫ હજારનો ખેતી ખર્ચ થયો હોવા છતાં ઉત્પાદન ઘટવાની ભીતિ છે. બીજી તરફ ગત વર્ષે ડુંગળીના રૂ. ૩૦૦થી ૪૦૦ પ્રતિ મણ ભાવ સામે હાલ રૂ. ૬૦૦થી ૭૫૦ સુધી ભાવ મળી રહ્યા છે. ભાવમાં વધારો થયો હોવા છતાં ઓછા ઉત્પાદનને કારણે ખેડૂતોને પૂરતો આર્થિક ફાયદો મળવાની શક્યતા ઓછી છે. વેપારીઓના મતે આગામી દિવસોમાં આવક ઘટશે તો ભાવમાં હજુ વધારો થઈ શકે છે. ખેડૂતોને પાક બચવાની આશા છે.






































