શું પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ, જેઓ ૨૦૨૧ માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જાડાયા હતા, તેઓ તેમના જૂના પક્ષમાં પાછા ફરવા જઈ રહ્યા છે? સોનિયા ગાંધીના સંસ્મરણના વિમોચનમાં તેમની હાજરીએ આ પ્રશ્નને ફરીથી ઉજાગર કર્યો છે. નોંધનીય છે કે, આ કાર્યક્રમના થોડા દિવસો પહેલા જ, અમરિંદર સિંહે પંજાબના મુદ્દાઓ પર તેમના મંતવ્યો ન માંગવામાં આવતા નારાજગી વ્યક્ત કરી હતી. જાકે, તેમણે ભાજપ છોડવા અથવા કોંગ્રેસમાં પાછા ફરવાની અટકળોને ફગાવી દીધી હતી. આમ છતાં, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં તેમની હાજરીથી પંજાબના રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે.હકીકતમાં, થોડા સમય પહેલા અમરિંદર સિંહે પંજાબ સંબંધિત બાબતો પર સલાહ ન લેવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે પંજાબના રાજકારણમાં છ દાયકા વિતાવ્યા છતાં, એક સમય એવો આવ્યો જ્યારે તેમની અને તેમના સાથીદારો સાથે રાજ્યની પરિસ્થિતિ પર સલાહ લેવામાં આવી ન હતી. અમરિંદર સિંહે કહ્યું, “મેં પંજાબના રાજકારણમાં ૬૦ વર્ષ વિતાવ્યા છે. હું એકલો નથી. મારી સાથે અન્ય સાથીઓ પણ છે. અમે વર્ષોથી પંજાબની સ્થિતિ જાઈ છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે તેઓએ અમને પૂછ્યું પણ નહીં.”
અગાઉ, કોંગ્રેસના નેતાઓએ પણ કેપ્ટન અમરિંદર સિંહની પ્રશંસા કરી હતી. રાહુલ ગાંધીએ પોતે તેમને તેમના પ્રિય નેતા ગણાવ્યા હતા. જ્યારે પૂછવામાં આવ્યું કે ભાજપમાં તેમના પ્રિય નેતા કોણ છે, ત્યારે રાહુલ ગાંધીએ જવાબ આપ્યો, “ચોક્કસપણે કેપ્ટન અમરિંદર સિંહ. હું તેમની સાથે સારી રીતે હળીમળી જાઉં છું. તેઓ કૂલ છે.” તેમણે વધુમાં કહ્યું કે અમરિંદર સિંહ લશ્કરી ઇતિહાસમાં સારી રીતે વાકેફ છે, અને તેથી જ તેઓ તેમને ખૂબ પસંદ કરે છે. કેપ્ટન અમરિંદર સિંહ સાથેના તેમના અંગત સંબંધોનો ઉલ્લેખ કરતા, રાહુલ ગાંધીએ કહ્યું હતું, “નમસ્તે, અંકલ અમરિંદર!” તેમણે ઉમેર્યું હતું કે ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ યુદ્ધ અને લશ્કરી ઇતિહાસ સંબંધિત વિષયો પર ઘણા પુસ્તકો લખ્યા છે.
એ નોંધવું જાઈએ કે ૨૦૨૧માં, પંજાબ કોંગ્રેસમાં નેતૃત્વના વિવાદ બાદ, કેપ્ટન અમરિંદર સિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું અને કોંગ્રેસથી પણ અલગ થઈ ગયા. ત્યારબાદ તેમણે પોતાની પાર્ટી, પંજાબ લોક કોંગ્રેસની રચના કરી. ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી પહેલા, તેમણે ભાજપ સાથે જાડાણ કર્યું અને બાદમાં તેમની પાર્ટીને ભાજપમાં મર્જ કરી.






































