ધારી શહેરના BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીના પાવન પર્વ નિમિત્તે ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધાર્મિક વિધિ અને મંત્રોચ્ચાર સાથે નવા ચોપડાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. દિવાળીના દિવસે વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને ધંધા-રોજગાર સાથે જોડાયેલા લોકો નવા વર્ષના પ્રારંભે ચોપડા પૂજન કરી વ્યવસાયમાં પ્રગતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરતા હોય છે.








































