અમરેલી દિવાળી અને નૂતન વર્ષ દરમિયાન અકસ્માત, આગ અને આરોગ્યલક્ષી કટોકટીની ઘટનાઓ વધી શકે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લામાં ઇમરજન્સી સેવાઓને એલર્ટ કરવામાં આવી છે. ૧૦૮ એમ્બ્યુલન્સ, ૧૧૨ પોલીસ અને ૧૦૨ આરોગ્ય સેવાની ટીમોને સ્ટેન્ડબાય રહેવા સૂચના આપવામાં આવી છે. તહેવારો દરમિયાન કોઈપણ આપત્તિ કે કટોકટીના સમયે નાગરિકોને ઝડપથી મદદ મળી રહે તે માટે તમામ ઇમરજન્સી કર્મચારીઓની રજાઓ પણ રદ કરવામાં આવી છે.






































