સાવરકુંડલા શહેરના ગાંધી ચોક વિસ્તારમાં આવેલું ૧૨૨ વર્ષ પ્રાચીન મહાલક્ષ્મી માતાજીનું મંદિર દિવાળીના પર્વ નિમિત્તે ભક્તિમય માહોલમાં રંગાયું હતું. ધનતેરસના પવિત્ર અવસરે માતાજીને પરંપરાગત રીતે છપ્પન ભોગ ધરાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે માતાજીનો ભવ્ય અને આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો. વર્ષોથી ચાલી આવતી છપ્પન ભોગ ધરાવવાની પરંપરા આ વર્ષે પણ જાળવવામાં આવી હતી. માતાજીના દિવ્ય દર્શનનો લાભ લઈ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી.





































