ચલાલામાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે નગરપાલિકા દ્વારા ભવ્ય એકતા યાત્રા અને સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય જે.વી. કાકડિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ સમાજના આગેવાનો, સંતો-મહંતો અને નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પટેલ વાડી ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી એકતા યાત્રાનો પ્રારંભ કરાયો હતો. ત્યારબાદ કન્યા શાળાના મેદાનમાં સ્વદેશી મેળો ખુલ્લો મુકાયો હતો. મેળામાં સ્થાનિક વેપારીઓના અંદાજે ૨૦ સ્ટોલ ઉભા કરાયા હતા. બાળકો માટે ક્રીડાંગણની વ્યવસ્થા પણ કરાઈ હતી. કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરાયું હતું.










































