કર્ણાટકમાં સ્ટિંગ ઓપરેશનને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. હવે, તેની ગરમી કેન્દ્રીય મંત્રી અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામી સુધી પહોંચી ગઈ છે. કુમારસ્વામીએ રાજ્ય સરકાર પર તેમને ફસાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. બેંગલુરુ પોલીસ કમિશનર સીમંત કુમાર સિંહે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને નિશાન બનાવતા સ્ટિંગ ઓપરેશનમાં વપરાયેલો મોબાઇલ ફોન દિલ્હીમાં ખરીદવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને રાષ્ટÙીય રાજધાનીમાં કુમારસ્વામીના સત્તાવાર નિવાસસ્થાને પ્રજ્વલ પ્રસાદ નામના વ્યક્તિને સોંપવામાં આવ્યો હતો.
દિલ્હીના રહેવાસી રિતેશ પાંડેની ૨૪ ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી. તેના પર સોશિયલ મીડિયા પર કથિત સ્ટિંગ ઓપરેશનનો વીડિયો અપલોડ કરવાનો આરોપ છે. આ કેસમાં ધરપકડ કરાયેલ તે પ્રથમ વ્યક્તિ હતો. બેંગલુરુ પોલીસની સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચએ તેને દિલ્હીથી ધરપકડ કરી અને પૂછપરછ માટે બેંગલુરુ લાવ્યો.
સપ્ટેમ્બરની આસપાસ, સિદ્ધારમૈયા સામે ગંભીર આરોપો લગાવતા બે વીડિયો યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યા હતા. પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર, “પ્રજ્વલ પ્રસાદના કહેવાથી, વિનોદ શર્મા અને રિતેશ પાંડેએ કરોલ બાગની એક દુકાનમાંથી મોબાઇલ ફોન ખરીદ્યો હતો. બાદમાં તેમણે દિલ્હીમાં કુમારસ્વામીના સત્તાવાર નિવાસસ્થાને પ્રજ્વલ પ્રસાદને તે ફોન આપ્યો હતો.”
પોલીસનો દાવો છે કે આ ત્રણેય કુમારસ્વામીના કાર્યાલયમાં કામ કરતા હતા. જ્યારે પૂછવામાં આવ્યું કે શું કુમારસ્વામીને કોઈ નોટિસ મોકલવામાં આવી છે કે શું આ કથિત કામગીરીમાં તેમની સીધી સંડોવણી સાબિત થઈ છે, ત્યારે પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે તપાસ ચાલુ છે અને કોઈ નિષ્કર્ષ પર પહોંચવું હજુ વહેલું છે.
કેન્દ્રીય મંત્રીએ આ આરોપોને ફગાવી દેતા કહ્યું કે રાજ્ય સરકાર કે તેના અધિકારીઓ તેમને નુકસાન પહોંચાડી શકે નહીં. કુમારસ્વામીએ આરોપ લગાવ્યો કે કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર અને ગૃહમંત્રી પ્રિયાંક ખડગેએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને નિશાન બનાવતા કથિત સ્ટિંગ ઓપરેશનમાં તેમને ફસાવવાનું કાવતરું ઘડ્યું હતું. તેમણે દાવો કર્યો કે તપાસને જાણી જાઈને જેડી(એસ)ને નિશાન બનાવવા માટે વાળવામાં આવી રહી છે.
તેમણે આરોપ લગાવ્યો કે આરોપીઓએ સ્ટિંગ ઓપરેશન હાથ ધર્યાની કથિત કબૂલાત કરી હોવા છતાં, રાજ્ય સરકાર હજુ પણ તેમની સામે શંકા ઉભી કરવાનો પ્રયાસ કરી રહી છે.
ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રીએ એવો પણ દાવો કર્યો કે શિવકુમાર અને ખડગે તપાસનું ધ્યાન તેમના અને તેમના પક્ષ પરથી હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કુમારસ્વામીએ કહ્યું, “અમે આનાથી ડરતા નથી. અમારી પાર્ટીમાં તેનો સામનો કરવાની તાકાત છે.”દરમિયાન, રાજ્યના ગૃહમંત્રી પ્રિયાંક ખડગેએ જણાવ્યું હતું કે આ કેસની તપાસ આગળ વધી રહી છે અને ટેકનિકલ પુરાવા અને અનેક મહત્વપૂર્ણ કડીઓ મળી આવી છે. તેમણે ઉમેર્યું કે જે કોઈ પણ સંડોવાયેલા જણાશે તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે, પછી ભલે તેમનો હોદ્દો ગમે તે હોય.તપાસ દરમિયાન કેટલાક વ્યક્તિઓની ગેરહાજરી પર પ્રશ્ન ઉઠાવતા મંત્રીએ કહ્યું કે કુમારસ્વામી અને તેમના નજીકના સહયોગીઓ સાથે કામ કરતા કેટલાક લોકો તપાસકર્તાઓ સમક્ષ હાજર થયા નથી. તેમણે પૂછ્યું, “તેઓએ આ લોકોને તપાસમાં સહકાર આપવા માટે કહેવું જાઈતું હતું. તેઓ આવું કેમ નથી કરી રહ્યા?”
કુમારસ્વામી પર એઆઇસીસી પ્રમુખ મÂલ્લકાર્જુન ખડગે અને સિદ્ધારમૈયા સામે “ગંદી રાજનીતિ” રમવાનો આરોપ લગાવતા મંત્રીએ કહ્યું કે તપાસ હજુ પૂરી થઈ નથી. તેમણે કહ્યું, “આ ફક્ત ટ્રેલર છે; સંપૂર્ણ ફિલ્મ હજુ આવવાની બાકી છે.”ઓક્ટોબરમાં, કુમારસ્વામીએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી કારણ કે શિવકુમારે સ્ટિંગ ઓપરેશનના વીડિયો જાહેર કરવાની ધમકી આપી હતી.તાજેતરમાં, મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે પણ તેમના કેબિનેટ સાથીદારોને ચેતવણી આપી હતી કે કેટલાક લોકો સ્ટિંગ ઓપરેશન દ્વારા તેમને ફસાવવાનો પ્રયાસ કરી શકે છે. વિપક્ષે મુખ્યમંત્રીના આરોપોની તપાસની માંગ કરી છે.








































