અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે પદભાર સંભાળનાર સંજયભાઈ તારપરાની કાર્યાલય ખાતે શિક્ષક સંઘના અગ્રણીઓ દ્વારા ભવ્ય અને સ્નેહસભર શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કોષાધ્યક્ષ મહેન્દ્રભાઈ વીંછિયા, અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ક્રીપાલસિંહ જાડેજા, મહામંત્રી રસિકભાઈ મહેતા, જિલ્લા શિક્ષક શરાફી મંડળીના પ્રમુખ પ્રવીણભાઈ કસવાળા, ઉપપ્રમુખ ધર્મેન્દ્રભાઈ ધાધલ, ખજાનચી પ્રમોદભાઈ કાનપરિયા, કાર્યાધ્યક્ષ અશ્વિનભાઈ વીંછીયા સહિત તમામ તાલુકા ઘટક સંઘના પ્રમુખો અને મંત્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંઘના હોદ્દેદારોએ ચેરમેન સંજયભાઈ તારપરાનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સન્માન કર્યું હતું. ઉપરાંત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મિયાણી સાહેબ અને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સોલંકી સાહેબની ઉપસ્થિતિમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીના પ્રમુખ તરીકે ચૂંટાયેલા પ્રવીણભાઈ કસવાળાનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું.