સાવરકુંડલા મહિલા અધ્યાપન મંદિરમાં અમરેલીના આશીર્વાદ ફાઉન્ડેશનના સહયોગથી સ્તન કેન્સર અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ફાઉન્ડેશનનાં જિલ્લા સંયોજક મીતાબેન જોશી ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે દૃશ્ય-શ્રાવ્ય માધ્યમથી કેન્સરના પ્રકારો, સંભવિત કારણો, લક્ષણો અને બચાવ માટેની સાવચેતીઓ અંગે તાલીમાર્થી બહેનોને સમજણ આપી હતી. ખાસ કરીને સ્તન કેન્સરના લક્ષણો ઓળખવા, સમયસર નિદાન કરાવવા અને યોગ્ય સારવાર લેવાના મહ¥વ વિશે માર્ગદર્શન અપાયું હતું. લક્ષણોને અવગણવાને બદલે તબીબી સલાહ લેવી જરૂરી હોવાનું સમજાવવામાં આવ્યું હતું. કાર્યક્રમ જાગૃતિપ્રેરક રહ્યો હતો.







































