પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન અને અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસિયાની પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી થતાં બાબરા શહેર વેપારી મંડળ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. વેપારી મંડળના આગેવાનોએ તેમને અભિનંદન પાઠવી નવી જવાબદારીમાં સફળતા મળે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મયુરભાઈ રાવલ, મનિષભાઈ ગોહિલ, હિતેશભાઈ કલાલ, મુન્નાભાઈ ખખ્ખર, રાજુભાઈ ગોહિલ, પરેશભાઈ મકવાણા,રચેતનભાઈ કલાણી અને હાર્દિકભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભુપેન્દ્રભાઈ બસિયાએ સૌનો આભાર માન્યો હતો.






































