રાજુલાના ભાકોદર ગામે આવેલી સ્વાન કંપનીમાં કામ કરતા સિવિલ કોન્ટ્રાક્ટર સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. આ અંગે સિવિલ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા અને હાલ લોઠપુર ગામે રહેતા મનુભાઈ પુનાભાઈ ભીલ (ઉં.વ. ૩૬)એ બિહારના કુમુદ કુમાર ચૌધરી સામે ફરિયાદ નોંધાવી હતી.આરોપીએ તેમની પાસેથી તા. ૦૫/૦૫/૨૦૨૬ થી તા. ૨૧/૦૮/૨૦૨૬ દરમિયાન કુલ રૂ. ૨,૭૯,૦૦૦ લીધા હતા, જેમાંથી રૂ. ૧,૧૮,૦૦૦ પરત આપ્યા હતા અને બાકીના રૂ. ૧,૬૧,૦૦૦ પરત આપ્યા નહોતા. આ ઉપરાંત, આરોપીએ તેમના મિત્રોને વિશ્વાસમાં લઈ છેલ્લા ત્રણેક મહિના દરમિયાન કરિયાણાનો સામાન, શાકભાજી, મકાનનું ભાડું તેમજ લેબર મેનેજમેન્ટનો ખર્ચ પોતે ચૂકવી દેવાની જવાબદારી લીધી હતી. તેના કહેવાથી મિત્રોએ કરેલા રૂ. ૪,૫૧,૦૦૦ અને ફરિયાદીના રૂ. ૧,૬૧,૦૦૦ મળીને કુલ રૂ. ૬,૧૨,૦૦૦ની ઠગાઈ આચરી હતી. આ અંગે જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. જે. એમ. ચૂડાસમા વધુ તપાસ કરી રહ્યા છે.







































