ભરૂચના નિકોરા ગામના ગાંધી ચોક વિસ્તારમાં એક જર્જરિત મકાનની દિવાલ અચાનક ધરાશાયી થતાં મોટી હોનારત સર્જાઈ હતી. આ અકસ્માતમાં દિવાલના કાટમાળ નીચે આવી જતાં ૯ વર્ષીય બાળકના માસૂમ દીપ પટેલનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. દુર્ઘટના બાદ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પીતલ ખાતે ખસેડવામાં આવ્યો છે. માસૂમ બાળકના અકાળે અવસાનથી નિકોરા ગામમાં ભારે અરેરાટી સાથે શોકનો માહોલ છવાઈ ગયો છે. આ મામલે સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધી ચોકમાં મકાનની દિવાલ અચાનક તૂટી પડતાં ત્યાં રમી રહેલો અથવા પસાર થઈ રહેલો ૯ વર્ષીય માસૂમ બાળક દીપ પટેલ કાટમાળના ભારે પથ્થરો અને ઈંટો નીચે ગંભીર રીતે દબાઈ ગયો હતો. ધડાકાભેર દિવાલ ધરાશાયી થવાનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહમત ઉઠાવીને કાટમાળ ખસેડી દીપને બહાર કાઢ્યો હતો, પરંતુ ગંભીર ઈજાઓને કારણે બાળકનું ઘટનાસ્થળે જ અકાળે નીપજ્યું હતું. માસૂમ દીપના અચાનક થયેલા અવસાનથી પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનીય લોકો અને આગેવાનો સ્થળ પર એકઠા થઈ ગયા હતા. બનાવ અંગે ત્વરિત પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ટીમે મૃતક બાળકના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચની સિવિલ હોÂસ્પટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. એક તરફ હોÂસ્પટલમાં પીએમની પ્રક્રિયા ચાલી રહી છે, તો બીજી તરફ રમતા-હસતા માસૂમ બાળકના કરૂણ મોતથી આખા નિકોરા ગામમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.
આ કમનસીબ અકસ્માત બાદ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી અકસ્માતે મોતના ગુના સંદર્ભે કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ સાથે જ ચોમાસા કે જૂની મિલકતોના કારણે સર્જાતા આવા જાખમોને લઈને સ્થાનીય તંત્ર દ્વારા જર્જરિત મકાનો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગ પણ ગ્રામજનોમાં ઉઠી રહી છે.