અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત મોંઘીબા મહિલા આટ્ર્સ કોલેજની હોકી ટીમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત ઇન્ટર કોલેજ હોકી સ્પર્ધામાં સતત પાંચમીવાર ચેમ્પિયન બની કોલેજનું ગૌરવ વધાર્યું છે. લીંબડીની સખીદા કોલેજ ખાતે યોજાયેલી સ્પર્ધામાં કેપ્ટન રૂબિના જોગીસાના નેતૃત્વમાં ટીમે ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કર્યું હતું. શ્રેષ્ઠ પ્રદર્શનના આધારે ટીમના છ ખેલાડીઓ રૂબિના જોગીસા, ધર્મિષ્ઠા ચાવડા, વૈશાલી રાઠોડ, શિલ્પા ચાવડા, સેજલ ગોરૈયા અને પ્રેંજલતા ચાવડાની આગામી વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી પસંદગી થઈ છે. ખેલાડીઓને કોલેજના શારીરિક શિક્ષણ વિભાગનાં ડા. જયશ્રીબેન મકવાણાએ માર્ગદર્શન આપ્યું હતું. સિદ્ધિ બદલ ઇન્ચાર્જ આચાર્યા ડા. વિલાસબેન સોરઠિયા, ટ્રસ્ટી મંડળ અને સ્ટાફે ખેલાડીઓ તથા માર્ગદર્શકને અભિનંદન પાઠવ્યા હતા.






































