અમરેલી જિલ્લાના કુંકાવાવ ટાઉન પ્લેસમાંથી પસાર થતા ઉના-રાજકોટ રાષ્ટ્રીય ધોરી માર્ગનું કામ છેલ્લા બે માસથી ડાઇવર્ઝન આપ્યા વગર શરૂ કરાતા સ્થાનિકો અને ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ અગવડતા અંગે પૂર્વ સાંસદ વિરજી ઠુંમરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું છે કે, નિયમ મુજબ ડાઇવર્ઝન સિવાય આવા કામો ન કરવાની જોગવાઈ હોવા છતાં આ રોડ પર કામ ચાલુ રખાયું છે. રોડ પર સહકારી સંસ્થાઓ હોવાથી ખાતરની ગાડીઓ આવતા મસમોટી લાઇનો થાય છે અને કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાય છે.
આ સમસ્યાના તાત્કાલિક નિવારણ માટે વૈકલ્પિક રસ્તે ડાઇવર્ઝન આપીને કામ આગળ ધપાવવા માંગ કરાઈ છે.










































