યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટતા કરી છે કે તેઓ ચાલી રહેલા વૈશ્વિક ઉથલપાથલને કારણે તેમના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના લગ્નમાં હાજરી આપશે નહીં. ટ્રમ્પે પુષ્ટિ આપી કે તેઓ તેમના પુત્રના બેટ્ટીના એન્ડરસન સાથેના લગ્નમાં હાજરી આપશે નહીં. તેમણે કહ્યું, “આ મહત્વપૂર્ણ સમય દરમિયાન વોશિંગ્ટન, ડી.સી.માં વ્હાઇટ હાઉસમાં રહેવું મારા માટે મહત્વપૂર્ણ છે.”
ડોનાલ્ડ ટ્રમ્પે ટુથ સોશિયલ પર એક પોસ્ટમાં લખ્યું, “જાકે હું મારા પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને ટ્રમ્પ પરિવારના નવા સભ્ય, તેમની ભાવિ પત્ની, બેટ્ટીના સાથે આ ખાસ પ્રસંગે રહેવા માંગતો હતો, સરકારી કારણોસર અને અમેરિકા પ્રત્યેના મારા પ્રેમને કારણે, હું તેમ કરી શકીશ નહીં. મને લાગે છે કે આ મહત્વપૂર્ણ સમય દરમિયાન વોશિંગ્ટન, ડી.સી.માં વ્હાઇટ હાઉસમાં રહેવું મારા માટે વધુ મહત્વપૂર્ણ છે. ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને બેટ્ટીનાને અભિનંદન!”
અગાઉ, ગયા ગુરુવારે, ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે “ઈરાન અને અન્ય મુદ્દાઓ”ને કારણે તેમના પુત્રના લગ્નનો સમય યોગ્ય નથી અને તે હાલમાં વોશિંગ્ટન, ડી.સી.માં જ રહેશે.
પોલિટિકોના મતે, ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને બેટ્ટીના એન્ડરસનના લગ્ન બહામાસમાં એક ખાનગી સમારોહમાં પરિવાર અને મિત્રોના નાના જૂથ વચ્ચે યોજાશે. જાકે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે આ કાર્યક્રમમાં હાજરી આપી શકશે નહીં.
ઉલ્લેખનીય છે કે યુદ્ધવિરામ છતાં, ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ હજુ ઓછો થયો નથી. ટ્રમ્પ પોતે વારંવાર ટૂંક સમયમાં સોદો થવાની અને ઈરાનને પાઠ ભણાવવાની વાત કરી ચૂક્્યા છે. તેથી, એ કહેવું મુશ્કેલ છે કે આ તણાવ ફરીથી યુદ્ધમાં ફેરવાશે કે શાંતિ કરાર પર હસ્તાક્ષર થશે. કદાચ આ નાજુક પરિÂસ્થતિને ધ્યાનમાં રાખીને ટ્રમ્પે તેમના પુત્રના લગ્ન રદ કર્યા છે.