ડાયમંડ સિટીના સુરત રેલવે સ્ટેશન પર ધોળા દિવસે એક વૃદ્ધ મુસાફરને નિશાન બનાવી ?૪૫ લાખની કિંમતના સોનાના ત્રણ બિક્ટિટની ચોરી થતા રેલવે પોલીસ દોડતી થઈ હતી. જૈન દેરાસરના દાન માટે લાવવામાં આવેલા આ સોનાની ચોરીનો ભેદ ઉકેલવા વડોદરા પશ્ચિમ રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સુરત રેલવે પોલીસે સંયુક્ત મોરચો સંભાળ્યો હતો. આધુનિક ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સના સુમેળથી પોલીસે ૧૦૦ જેટલા સીસીટીવી કેમેરા ફંફોસીને રીક્ષા ચાલકની મદદથી મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડી પૂરેપૂરું સોનું રિકવર કરવામાં મોટી સફળતા મેળવી છે.
સુરત રેલવે સ્ટેશન પર ભીડનો લાભ ઉઠાવી એક વૃદ્ધ મુસાફરના પેન્ટનું ચોર ખિસ્સું કાપી ૪૫ લાખની કિંમતના સોનાના ત્રણ બિક્ટિટ ચોરી લેવાની ચોંકાવનારી ઘટના બની હતી.
મળતી વિગતો અનુસાર, મૂળ બનાસકાંઠાના અને હાલ સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં રહેતા ૭૭ વર્ષીય કાંતિલાલ મહેતા પોતાના વતન ધનાલી ખાતે ગયા હતા. ત્યાં શીતલનાથ જૈન દેરાસરની દાનપેટીમાંથી નીકળેલા ૧૦૦-૧૦૦ ગ્રામના સોનાના ૩ બિક્ટિટ (કુલ ૩૦૦ ગ્રામ) તેઓ સુરતના મંદિરોમાં કોરિડોર બનાવવા માટે દાનમાં આપવા લાવ્યા હતા. ૯ મેના રોજ ભુજ-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાં સુરત ઉતરી જ્યારે તેઓ પ્લેટફોર્મ નંબર ૨ પરથી લિફ્ટમાં ચઢ્યા, ત્યારે ભીડનો લાભ લઈ અજાણ્યા તસ્કરે તેમના પેન્ટનું અંદરનું ખિસ્સું કાપી ?૪૫ લાખનું સોનું ચોરી લીધું હતું.
ઘટનાની ગંભીરતા જાઈ રેલવે એસ.પી. અભય સોનીના માર્ગદર્શન હેઠળ પી.આઈ. ટી.વી. પટેલ અને સુરત રેલવે પી.આઈ. જે.બી. મીઠાપરાની ટીમો કામે લાગી હતી. પોલીસે સ્ટેશનથી લઈને બહારના પા‹કગ સુધીના સીસીટીવી તપાસતા એક શંકાસ્પદ ઇસમ પ્લેટફોર્મ નંબર ૪થી બહાર નીકળી
આભાર – નિહારીકા રવિયા રિક્ષામાં બેસતો જણાયો હતો. વરાછા અને કાપોદ્રા વિસ્તારના આશરે ૧૦૦ જેટલા કેમેરા તપાસ્યા બાદ રિક્ષા નંબર મળી આવ્યો હતો. રિક્ષા ચાલકની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેણે પેસેન્જરને વરાછાની શક્તિવિજય સોસાયટી પાસે ઉતાર્યો હતો.
પોલીસે શક્તિવિજય સોસાયટીમાં વોચ ગોઠવી કરણ શંકર મકવાણા નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. કડક પૂછપરછમાં તેણે ચોરીની કબૂલાત કરી જણાવ્યું કે સોનું તેની ભત્રીજી (બાળ કિશોરી)ને આપ્યું છે. બાળકીની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેણે સોનું પોતાની દાદી ગીતાબેન અજયભાઈ સોલંકીને આપ્યું હતું. પોલીસે ગીતાબેન પાસેથી ૪૫ લાખની કિંમતના ત્રણેય સોનાના બિક્ટિટ સુરક્ષિત રીતે કબજે કર્યા છે.
પકડાયેલ મુખ્ય આરોપી કરણ મકવાણા અગાઉ પણ સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં ચોરી અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.






































