ગાંધીનગરના અડાલજ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મહેસુલ વિભાગની ચિંતન શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી અધિકારીઓને અરીસો બતાવ્યો હતો. તેઓએ કહ્યું હતું કે, બધા પ્રશ્નોનું સમાધાન કલેક્ટર પાસે હોય છે. છતાં જિલ્લા કક્ષાના પ્રશ્નો સ્વાગત કાર્યક્રમમાં સરકાર સુધી આવે છે.
ગાંધીનગર ખાતે ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સરકારી અધિકારીઓને એક વાત પર ચિંતન કરવા મજબૂર કર્યા હતા. તેઓએ કહ્યું હતું કે, બધા પ્રશ્નોનું સમાધાન કલેક્ટર પાસે હોય છે. છતાં જિલ્લા કક્ષાના પ્રશ્નો સ્વાગત કાર્યક્રમમાં સરકાર સુધી આવે છે. ત્યાર પછી પ્રશ્નોનું નિરાકરણ થાય છે. કલેક્ટર કક્ષાએ આવા પ્રશ્નોનું નિરાકરણ થવું જાઈએ. આવા પ્રશ્નોનું ચિંતન અધિકારીઓએ કરવું જાઈએ.
તો આ સાથે જ સ્ટેજ પર બેઠેલા અધિકારીઓને પણ મુખ્યમંત્રીએ ટકોર કરતા કહ્યું કે, સ્ટેજ પર બેઠેલા કે નીચે રહેલા તમામ અધિકારીઓ ચિંતન કરવાની જરૂર છે. મુખ્યમંત્રીએ ટકોર કરી કે, ઘણી વખત ગમે કે ના ગમે તાલીઓ પાડી દેવી, એક બીજા સામે જાવાની જરૂર નથી. ક્્યારેક તમારૂ કે અમારું કરેલું કામ ધોવાઈ જતું હોય છે.
તો આઈએએસ અધિકારીઓ સામે કરેલી કાર્યવાહીને પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાગોળી હતી. તેઓએ આ મુદ્દે કહ્યું કે, અધિકારીઓ સામે લીધેલા પગલાંથી દુખ અનુભવું છું. થોડા સમય પહેલા અધિકારી સામે પગલાં લીધા ત્યારે મારા ઘરે સત્સંગ હતો. જેના સામે પગલાં લેવાયા એ દુખી નહીં હોય પણ મને દૂઃખ થતું હતું. આઈએએસ થવામાં ખૂબ મહેનત લાગે છે. અધિકારીને અંગત પ્રશ્ન હોય તો પણ મને ખાનગીમાં કહી શકે છે. હસતું મોઢું રાખી કામ કરો તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. કલેક્ટરની હવે તો ચેમ્બર પણ મોટી થઈ ગઈ છે. કોઈને અંદર પ્રવેશતા અટકે નહીં એવું કામ કરો. ક્્યારેક સાહેબ સવારથી સાંજ ગરમ લાય જેવા રહેતા હોય તો બીજું શું થાય? પોત પોતાની રીતે સુધરવાની વાત છે કોઈને એક્સ્પોઝ કરવાની વાત નથી. ‘હું જ ચલાવું છે એ મને તો પ્રોબ્લેમ થાય…’ એમાંથી બહાર આવવાની જરૂર છે. ગુજરાતના વિકાસમાં તમારું પણ યોગદાન છે.
મહેસુલ વિભાગની ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું હતું કે, કોઈ પણ પોસ્ટમાં કલેક્ટરની તાકાત સૌથી વધુ હોય છે. તમે કેટલી તાકાત વાપરો છો તે તમારા પર નિર્ભર છે. બધા પ્રશ્નોનું સમાધાન તરફ તમારા પર છે. છતાં સ્વાગત ઓનલાઈનમાં પ્રશ્નો આવે તો અમને એમ થાય કે અમારા સુધી કેમ આવે. પછી તમે એ દિવસે પણ કરી નાંખો છો કામ. તમે સ્વાગતમાં કામ કરો છો તો શા માટે રાહ જાવી પડે. આવા પ્રશ્નનું ચિંતન તમે લોકો કરો. તમે જે કાર્ય કરો છો તે મહિને જુવો કે શું કામ કર્યું. ઉપર બેઠેલા હોય કે નીચે તે બધાએ ચિંતન કરવાની જરૂર છે. પીએમ મોદીને જુઓ, ગુજરાત માં શું હતું. એ બેઠા ત્યારે કેટલા પ્રોબ્લેમ હતા. એમને શું કરવું છે એ કામનો વિચાર કર્યો. મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. બધામાં ખામી હોય, મારામાં પણ હોઈ શકે. અહીંયા બેઠેલા લોકો એકબીજા સામે જુવે છે તાલી પાડવી કે નહીં. તમારે શું બોલવું એ તમે નક્કી કરવાનું તેઓએ આગળ કહ્યું કે, ક્યારેય તમારૂં અમારૂં કરેલું કામ ધોવાઈ જાય છે. છેલ્લા સ્વાગતમાં સરપંચ આવ્યા હતા, અને રોડ બદલી નાંખ્યો. પંચાયતનું કામ પણ અમે કરી નાંખ્યું. કલેક્ટરે એ કામને નિયમ વિરૂદ્ધ ગણાવ્યું. સરપંચને અધિકારી કરતા વધારે ખબર પડી હતી. આપણે તમામ પ્રકારની તૈયારી કરવી પડે. આઈએએસ સામે એક્શન લેવાની હોય એ દિવસે મારા ઘરે સત્સંગ હતો જેના પર પગલાં ભર્યા એ દૂખી ન હોય પણ હું વધારે દૂખી હતો.










































