વેરાવળ શહેરમાં એક સગીરાનું અપહરણ કરી તેની સાથે શારીરિક અડપલાં કરવાના ગંભીર આરોપસર પોલીસે એક શખ્સની ધરપકડ કરી લેતા સમગ્ર પંથકમાં ભારે ઉત્તેજના ફેલાઈ ગઈ છે. પોલીસના સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર આ શરમજનક ઘટના ૨૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ રાત્રિના અગિયાર વાગ્યાના સુમારે બની હતી. આરોપી મુખ્તાર મુસ્તાક કુરેશીએ સગીરાને તેના રહેણાંક ઘરેથી ઉપાડી જઈ તેની મરજી વિરુધ્ધ શારીરિક શોષણ કરવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ ઉઠી છે. વેરાવળ પોલીસે આરોપીને દબોચી લીધો છે.









































