માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ હેઠળ અતુલભાઈ જાની દ્વારા સાવરકુંડલા નગરપાલિકા પાસે જાહેર હિતમાં અત્યંત મહત્વપૂર્ણ માહિતી માંગવામાં આવી હતી જેમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓની વિગત અને ટેન્ડર પ્રક્રિયા જેવા ગંભીર મુદ્દાઓ સામેલ હતા. કાયદા મુજબ જે વિગતો પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર હેઠળ નગરપાલિકાએ સ્વેચ્છાએ પ્રસિધ્ધ કરવાની હોય છે તે આપવામાં પણ તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. નગરપાલિકા દ્વારા અપાયેલો જવાબ માત્ર અધૂરો જ નથી પરંતુ અરજદારને ગેરમાર્ગે દોરનારો અને કાયદાની કલમોનો સરેઆમ ભંગ કરનારો જણાય છે. માંગવામાં આવેલી વિગતોની પ્રમાણિત નકલો કે સ્પષ્ટ પુરાવાઓ પૂરા પાડવામાં આવ્યા નથી જે વહીવટી તંત્રની મેલી મુરાદ અને ભ્રષ્ટાચાર છુપાવવાના પ્રયાસ તરફ આંગળી ચીંધે છે. જનરલ મિટિંગની મિનિટ્સ અને ગ્રાન્ટના હિસાબો જેવી જાહેર માહિતી રોકી રાખીને નગરપાલિકાએ અરજદારના બંધારણીય અધિકાર પર તરાપ મારી છે.





































