ગીર ગઢડા તાલુકાના વડવિયાળા ગામમાં આવેલી જયશંકર એન. ઠાકર હાઈસ્કૂલમાં સાયબર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ગીર ગઢડાના પી.આઈ. નાનજી વાઘેલા અને સાયબર નિષ્ણાતો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના સભાખંડમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વર્તમાન ડિજિટલ યુગમાં સાયબર ફ્રોડથી બચવા અંગે માર્ગદર્શન અપાયું હતું. તેમને સમજાવવામાં આવ્યું કે મોબાઈલ પર આવતા ફોનમાં કોઈ ઓટીપી કે પરિવારની અંગત માહિતી માંગે તો ક્યારેય આપવી નહીં. સાયબર નિષ્ણાતોએ સ્પષ્ટ કર્યું કે ‘ડિજિટલ એરેસ્ટ’ જેવી કોઈ વસ્તુ અસ્તિત્વમાં નથી. જો કોઈ સાયબર ફ્રોડનો ભોગ બને, તો તાત્કાલિક ૧૯૩૦ હેલ્પલાઈન પર કોલ કરીને ફરિયાદ નોંધાવવા પણ સૂચના અપાઈ હતી.








































