ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના વાર્ષિક નિરીક્ષણ માટે રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધોરાજી સીટી, તાલુકા, ઉપલેટા, ભાયાવદર અને પાટણવાવ પોલીસ સ્ટેશનના અધિકારીઓની હાજરીમાં પરેડ અને હોર્સ રાઇડિંગ સહિતની ઇવેન્ટ યોજાઈ હતી. રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર અને એએસપી સિમરન ભારદ્વાજ સાથે આઈ.જી. યાદવે પોલીસનું નિરીક્ષણ કર્યું હતું. શ્રેષ્ઠ કામગીરી કરનાર ૨૦ પોલીસ કર્મચારીઓને સન્માન પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આઈ.જી. યાદવે લોકોને ચેતવણી આપી હતી કે, કોઈની પણ વાતમાં આવીને બેન્ક એકાઉન્ટ ભાડે ન આપે; આ બાબતે પોલીસ ખાનગીમાં તપાસ કરી રહી છે અને કડક કાર્યવાહી કરવામાં આવશે.