ગુજરાતના હવામાન અંગેની વાત કરીએ તો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ૧૮થી ૨૪ નવેમ્બરે ફરી એક વખત માવઠું થઈ શકે છે. ૧૬થી ૧૮ નવેમ્બરમાં એક ચક્રવાત સર્જાશે. બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે. જ્યારે ૧૮થી ૨૦ નવેમ્બર દરમિયાન ચક્રવાતની અસર રહેશે. આ સાથે જ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા છે. ૧૮થી ૨૪ દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે. જ્યારે ૧૫ ડિસેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા રહેશે. ૧૬ ડિસેમ્બર સુધીમાં માવઠું થવાની શક્્યતાઓ રહેશે. ૨૦ ડિસેમ્બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જાણે કે હિમચાદર થઈ ગઈ હોય તેવું જાવા મળશે. ૨૨ ડિસેમ્બરથી કાતિલ ઠંડીને વેગ મળશે, હાડ કંપાવતી ઠંડી પડશે. ૧૧ જાન્યુઆરીથી ઠંડા પવન ફૂંકાશે. તેમજ ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવન ફૂંકાશે. રાજ્યમાં ઉત્તરપૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી બે દિવસ દરમિયાન ધીમે ધીમે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે. ત્યારબાદ આ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. વરસાદ અંગેની આગાહી  કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર  સહિત આખા ગુજરાતમાં વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના છે. આ સાથે દીવ અને દમણ દાદરા નગર હવેલી પણ વાતાવરણ શુષ્ક રહેશે. ક્્યાંય પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી. રાજ્યમાં ડિસેમ્બર સુધી અલગ અલગ તબક્કે કમોસમી વરસાદી માહોલ બનશે ઃ અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, હજુ નવેમ્બરમાં આવશે માવઠું, ડિસેમ્બર માસમાં પણ આવશે માવઠું. જાન્યુઆરીમાં પણ છે માવઠાની ઘાત. ફેબ્રુઆરીમાં પણ થશે મુશ્કેલીનું માવઠું જશે.નવી આગાહી કહે છે કે, આગામી ૧૫ નવેમ્બર સુધી રવી પાકો માટે હવામાન સુધરતું જશે. રાજ્યમાં હવ ઠંડા પવનો ફૂંકાશે. ઉત્તર શિયાના ઠંડા પવનો તથા કેસ્પિયન સમુદ્રના પવનો પાકિસ્તાન થઈ ઉત્તર ભારતમાં આવશે. ૧૫ નવેમ્બર બાદ ઉત્તર ભારતમાં પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપ આવકા જશે. રાજ્યમાં ન્યૂનતમ ઉષ્ણતામાન ૧૭ થી ૧૮ ડિગ્રી સેલ્સિયસ રહેશે. ૧૬ નવેમ્બર બાદ મહત્તમ ઉષ્ણતામાન ૩૧ ડિગ્રી આસપાસ રહેશે.રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો થતાં અમદાવાદનું તાપમાન ૧૭ ડિગ્રીએ પહોંચ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ તાપમાનમાં ઘટાડો રહેવાની શક્યતા છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટતા ઠંડીનો અનુભવ થશે. ઠંડીની શરૂઆત થતા ગાર્ડનમાં લોકો કસરત કરતા નજરે પડ્યા. ૧૮ નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં હલચલ જાવા મળશે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના કેટલાક ભાગ માત્ર કમોસમી વરસાદ આવી શકે છે. ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્્યતા રહેશે. ડિસેમ્બરમાં ક્્યારેક વાદળછાયું વાતાવરણ સાથે માવઠું આવી શકે છે. લા નીનોના સંકેતો સાંપડવાના કારણે ઠંડી વધુ પડવાની શક્્યતા છે. ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી તબક્કાવાર કમોસમી વરસાદ થઈ શકે છે. ૧૮ નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભું થતા ૨૩ નવેમ્બર સુધીમાં ભારે ચક્રવાત બની શકે છે. ચક્રવાતના કારણે ૨૩ થી ૨૬ નવેમ્બર ફરી રાજ્યમાં માવઠા જેવું વાતાવરણ સર્જાશે.