દ્વારકાના જામ ખંભાળિયામાં નયારા એનર્જી કંપનીમા કોલસાની ભેળસેળ કરનાર ટુકડી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આકાશ એન્ટરપ્રાઇઝના માલીક દિલીપ ઓડેદરા તેમના સાગરીતો સાથે મળી કોલસામાં ભેળસેળ કરતા હતા. તેમણે ફરીયાદીના કાયદેસરના જીએચસીએલ કંપનીના કોલસા કોન્ટ્રાક્ટમા પેટા કોન્ટ્રાક્ટ લઇ કાવતરું રચ્યું હતું.આરોપી દિલિપ ઓડેદરા ટ્રક દ્રાઇવરો અને વે બ્રિજનાં લોકો સાથે મળી સસ્તા કોલસાનું ભેળસેળ કરી નયારા એનર્જીમા સપ્લાય કરતા હતા. નાયરા કંપનીના પેટકોકના જથ્થામાં રસ્તામાં સિધ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝમાં રોકાઇને સારી ક્વોલિટીવાળો કોલસો કાઢી ખરાબ ક્વોલિટીવાળો કોલસો ભરી દેવામાં આવતો હતો. મુખ્ય આરોપી દિલિપ ઓડેદરા, મુન્ના ભુરીયા, નરશી વાઘેલા સામે ફરિયાદ નોંધાઇ છે. સાથે જ હનીફ લોરૂ, શેતુલ ખરા, મનોજ કણઝારીયા સામે પણ ફરિયાદ નોંધાઇ છે. અન્ય આરોપીઓમાં નિતેશ નકુમ, ભાવિક કણઝારીયાનો સમાવેશ થાય છે.દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયામાં કાળા કોલસાના કારોબાર પર પોલીસે દરોડા પાડ્યા હતાં. ધરમપુર  ખાતે આવેલ સિધ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝમાં શંકાસ્પદ કોલસા ભેળસેળનો કારોબાર ચાલતો હતો. નયારા કંપનીમાંથી કિંમતી કોલસો ભરીને સુત્રાપાડાની એક કંપનીમાં જવા નીકળેલો ટ્રક સીધો સિદ્ધનાથ ઈન્ડસ્ટ્રીઝમાં પહોંચ્યો હતો. ત્યાં ઊંચી ગુણવત્તાનો કોલસો કાઢીને હલકી ગુણવત્તાના કોલસાની ભેળસેળ કરીને આ કોલસો ભરવામાં આવતો હોવાની ચોક્કસ બાતમીને આધારે પોલીસે રેડ પાડી હતી.ન્ઝ્રમ્ પોલીસે શંકાને આધારે ૩૭ લાખથી વધુનો મુદામાલ કબજે કર્યો હતો.