ઈરાનના સર્વોચ્ચ નેતા, આયાતુલ્લાહ મોજતબા ખામેનીએ, પશ્ચિમ એશિયામાં તેના લશ્કરી થાણાઓને “કાગળના વાઘ” ગણાવીને યુનાઇટેડ સ્ટેટ્સ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે જા આ થાણાઓ પોતાનું રક્ષણ પણ કરી શકતા નથી, તો તેઓ આ પ્રદેશનું રક્ષણ કેવી રીતે કરશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટ કરતા, ખામેનીએ અમેરિકાના સાથીઓ પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું, “અમેરિકાના કાગળના વાઘ જેવા થાણાઓ પોતાનું રક્ષણ પણ કરી શકતા નથી, આ ક્ષેત્રમાં અમેરિકાના સમર્થકોની તો વાત જ છોડી દો.” મોજતબાનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાન, યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલ વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે અને તેમને ઘટાડવા માટે રાજદ્વારી પ્રયાસો ચાલી રહ્યા છે.
બીજી પોસ્ટમાં, ખામેનીએ પર્શિયન ગલ્ફને માત્ર પાણીનો ભાગ નહીં, પરંતુ આપણી ઓળખ અને સભ્યતાનો એક ભાગ ગણાવ્યો. તેમણે કહ્યું કે આ પ્રદેશ દેશોને જાડે છે અને વૈશ્વિક અર્થતંત્ર માટે એક મહત્વપૂર્ણ માર્ગ છે. પર્સિયન ગલ્ફ ડે નિમિત્તે જારી કરાયેલા સંદેશમાં, ખામેનીએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં, ગલ્ફ ક્ષેત્ર અમેરિકાની હાજરીથી મુક્ત રહેશે. તેમણે કહ્યું કે પ્રાદેશિક દેશોનું ભાગ્ય એકબીજા સાથે જાડાયેલું છે અને દૂરના વિદેશી દેશોએ દખલ ન કરવી જાઈએ. તેમણે કહ્યું, “ભગવાનની કૃપાથી, પર્સિયન ગલ્ફનું અમેરિકા વિના ઉજ્જવળ ભવિષ્ય હશે, અને આ પ્રદેશ તેના લોકોની પ્રગતિ અને સમૃદ્ધિ માટે કામ કરશે.”
ખામેનીએ હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા સુનિશ્ચિત કરવાની પણ પ્રતિજ્ઞા લીધી, કહ્યું કે તેમનો દેશ કોઈપણ “પ્રતિકૂળ પ્રવૃત્તિ”નો જવાબ આપશે. તેમણે પશ્ચિમી દેશો પર આ ક્ષેત્રમાં અસ્થિરતા અને સંઘર્ષને સતત વેગ આપવાનો આરોપ લગાવ્યો. ખામેનીએ જણાવ્યું હતું કે તાજેતરના વિકાસ સ્પષ્ટપણે દર્શાવે છે કે બાહ્ય શક્તિઓ સ્થિરતા જાળવી રાખવામાં અસમર્થ છે. ઈરાને અમેરિકા સાથે તણાવ ઓછો કરવા માટે એક નવો પ્રસ્તાવ પણ રજૂ કર્યો છે. ઈરાનના સરકારી આઇઆરએનએ અનુસાર, આ પ્રસ્તાવ પાકિસ્તાન દ્વારા અમેરિકાને મોકલવામાં આવ્યો હતો. જાકે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ પ્રસ્તાવને નકારવાનો સંકેત આપ્યો છે.










































