હાલમાં ભારતીય બજારમાં સોનાનો ભાવ ૪૮૦૦૦ રૂપિયાની નીચે છે. આવી સ્થિતિમાં, તમારા માટે ઓછા દરે સોનું ખરીદવાની આ સારી તક છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં આજે સોનાના ભાવમાં ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. એમસીએકસ પર સોનું ૦.૪૪ ટકા વધીને ૪૭૬૪૨ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર છે.
આ ઉપરાંત ચાંદીના ભાવમાં પણ ઉછાળો જાવા મળી રહ્યો છે. આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદી ૦.૪૩ ટકાના વધારા સાથે ૬૨૭૭૫ રૂપિયાના સ્તર પર કારોબાર કરી રહી છે.ઈન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો આજે યુએસ માર્કેટમાં ભાવિ સોનામાં તેજી જાવા મળી રહી છે. ૦.૩ ટકાના વધારા સાથે અહીં સોનાની કિંમત ૧૭૯૪.૯૬ ડોલર પ્રતિ ઔં સ પર ટ્રેડ થઈ રહી છે.
સોના અને ચાંદીના દર જેબીજેએ દ્વારા જારી કરવામાં આવે છે. તમે મિસ્ડ કોલ આપીને અને અધિકૃત વેબસાઇટ દ્વારા પણ નવીનતમ સોના અને ચાંદીના દરો ચકાસી શકો છો. શનિવાર-રવિવારે દર જારી કરવામાં આવતા નથી અને રજા જાહેર કરવામાં આવી છે. તમે આ નંબર ૮૯૫૫૬૬૪૪૩૩ પર મિસ્ડ કોલ આપીને નવીનતમ દરો ચકાસી શકો છો. જ્યારે તમે આ નંબર પર મિસ્ડ કોલ કરશો ત્યારે તમને SMS મળશે. આ ઉપરાંત, તમે સત્તાવાર વેબસાઇટ www.ibja.coઅથવા ibjarates.comપર પણ જઈ શકો છો.
જા તમે સોનું ખરીદવા જઈ રહ્યા છો, તો તે પહેલા તેની શુદ્ધતા ચોક્કસ તપાસો. તમે નકલી સોનું લઈ રહ્યા છો કે નહીં. આ માટે તમે સરકારી એપનો ઉપયોગ કરી શકો છો. તમે ‘BIS કેર એપ’ દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકો છો.
આ સિવાય તમે આ એપ દ્વારા પણ ફરિયાદ કરી શકો છો. જા આ એપમાં સામાનનું લાઇસન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોવાનું જણાય તો ગ્રાહક તરત જ તેની ફરિયાદ કરી શકે છે. આ એપ (ગોલ્ડ) દ્વારા ગ્રાહકને તરત જ ફરિયાદ નોંધવાની માહિતી પણ મળશે.